
જામનગર (ભરત ભોગાયતા)
ભારત એશિયન ગેમ્સના મેડલ ટેબલમાં 107 મેડલ સાથે ચોથા સ્થાને છે. આ રેકોર્ડ મેડલ ટેલીમાંથી, 12 મેડલ રિલાયન્સ ફાઉન્ડેશન-સમર્થિત એથ્લેટ્સ દ્વારા જીતવામાં આવ્યા હતા, જેમણે દેશની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. #LehraDoTeamIndia. આમ રિલાયન્સ ફાઉન્ડેશન સમર્થિત એથ્લેટ્સે એશિયન ગેમ્સ 2022માં 12 મેડલ મેળવ્યા જેમાં લવલિના બોર્ગોહેન અને કિશોર કુમાર જેનાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્થાન મેળવ્યું, જ્યારે અન્યોએ કોન્ટીનેન્ટલ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં મોટી જીત મેળવી હતી
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કોન્ટિનેંટલ ઈવેન્ટમાં ભારતની વિશાળ સફળતા અંગે ટિપ્પણી કરી. એશિયન ગેમ્સમાં આપણા દેશને ગૌરવ અપાવવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન! તમારા દ્વારા મેળવવામાં આવેલા 100થી વધુ મેડલ ભારતના યુવાનોની શક્તિનું ઝળહળતું ઉદાહરણ છે.”
શ્રીમતી અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત રમતવીરોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. “અમે ગેમ્સમાં 12 મેડલ જીતવા બદલ અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ્સ પર પણ ગર્વ અનુભવીએ છીએ. કિશોર જેના, જ્યોતિ યારાજી, પલક ગુલિયા અને બીજા ઘણાં રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિશેષ અભિનંદન. રિલાયન્સ ફાઉન્ડેશનમાં, અમે અમારા યુવા એથ્લેટ્સને સહાયરૂપ બનવા અને રમતગમતમાં પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સંવર્ધન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” (Download and watch the video here. Courtesy Reliance Foundation)
લવલીના બોર્ગોહેન અને કિશોર જેનાએ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવીઃ-
– બોક્સિંગમાં ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા, લવલિના બોર્ગોહેને મહિલા 75 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો, તેણે 2024 માં પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું. તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલના મુકાબલામાં પહોંચનારી બીજી ભારતીય મહિલા બોક્સર બની હતી.