દક્ષિણ રાજયોની સહકારી વિકાસ પરિષદ ગર્વનર ડો.સુંદરરાજન, દિલીપ સંઘાણીની ઉપસ્થિતી

મોદી–શાહની સહકાર નીતીને બિરદાવતા દક્ષિણી રાજયો ભારત ટ્રિલીયન ડોલર અર્થવ્યવસ્થાનું હબ બનશે–ડો.સુંદરરાજન ટેકનોલોજી–નૂતનઅભિગમ સહકારની સફળતાની સીડી–સંઘાણી ૩૦૦ થી વધુ પ્રતિનિધિઓની વચ્ચે હૈદરાબાદ ખાતે યોજાઈ
દક્ષિણ રાજયોની સહકારી વિકાસ પરિષદ ગર્વનર ડો.સુંદરરાજન, દિલીપ સંઘાણીની ઉપસ્થિતી ટેકનોલોજીનો ઉપયોગ કરો, નવીન અભિગમ અપનાવો દેશની અર્થ વ્યવસ્થા સુધારવા સહકાર પાસે અપેક્ષા દેશના યશસ્વિ વડાપ્રધાન મોદી અને સહકાર મંત્રી શાહ ની સહકાર નીતી ભારતની અર્થવ્યવસ્થાને પ ટ્રિલીયન ડોલર બનાવવા તરફ દોરીજાય અને આ સહકારી પ્રવૃતિમા દક્ષિણના રાજયોની ઉત્સાહપૂર્વકની સામેલગીરી ”સહકાર થી સમૃધ્ધિ” ને વેગ આપશે તેમ આજે હૈદરાબાદ ખાતે નેશનલ કોે–ઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત સહકારી વિકાસ પર દક્ષિણ રાજયોની પરિષદમાં બોલતા તેલંગણાના રાજયપાલ– પુંડુચેરીના લેફનટન્ટ ગર્વનર ડો.તિમિલિસાઈ સુંદરરાજન અને રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતુ. સંઘાણીએ વધુમા જણાવ્યું કે, સહકારી સંસ્થાઓએ તેમની ટેકનીકલ અને નવિનતા ક્ષમતાને વધારવી પડશે જેથી વડાપ્રધાનના કાર્યક્ષેત્રને પરિપુર્ણ કરી શકાય.
”સહકાર દ્વારા સમૃધ્ધિ” ના સુત્રનો અમલ કરી શકાય છે. આ કોન્ફરન્સમાં આંધપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, તેલંગાણા, કેરળ, પુંડુચેરી જેવા દક્ષિણ પ્રદેશના રાજયોમાંથી સહકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. લેફનટન્ટ ગર્વનર ડો.તમિલિસાઈ સુંદરરાજનએ સહકારી શિક્ષણ પર તાલીમ કાર્યક્રમો અને ક્ષેત્રીય પ્રોજેકટ દ્વારા ભારતમાં ખેડુતો–કારીગરોને સશકત બનાવવાના નેશનલ કો.ઓપરેટીવ યુનિયન (દહગય )ના પ્રયાસોની પ્રશંસા કરી. તમિલનાડુના પ્રસિધ્ધ કવિ અને ફિલસુફી સંત તિરૂવલુવરને યાદ કરીને ભારપુર્વક જણાવ્યુ કે સહકારી ફિલસુંફીએ સદીઓથી ભારતમાં પ્રચલીત જુની પ્રથા છે તેમણે માન.વડાપ્રધાનના સહકાર થી સમૃધ્ધિ વિઝનને સાકાર કરવા ટેકનોલોજી અને નવિન અભિગમો દ્વારા સહકારી સંસ્થાઓની ક્ષમતા નિર્માણની જરૂરીયાત પર ભાર મુકયો હતો. ભારતને પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સહકારી ક્ષેત્રે મહત્વપુર્ણ ભુમિકા ભજવવી પડશે. દિલીપ સંઘાણી પ્રેસિડેન્ટ નેશનલ કો.ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયાને દેશમાં સહકારી સંસ્થાઓને છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ પહેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સમાં સમય અને હાજરી આપવા બદલ રાજયપાલે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો અને નેશનલ કો ઓપરેટીવ ઓફ ઈન્ડિયાની વિવિધ પ્રવૃતિઓ જેવી કે શિક્ષણ અને તાલીમ, પ્રાથમિક મંડળીઓના ઉત્પાદનોના માર્કેટીંગ માટે એનસીયુઆઈ હાર્ટ નો પ્રચાર વગેરે પર પ્રકાશ પાડયો હતો. એક અલગ સહકાર મંત્રાલય બનાવવા અને મંત્રાલયનું નેતૃત્વ કરવા માટે અમિત શાહ જેવા અનુભવી સહકારી નેતાની નિમણુંક કરવા બદલ વડાપ્રધાનનો પણ આભાર માનવામાં આવ્યો હતો.નાફસ્કોબ અને તેલંગાણા રાજય સહકારી બેંકના ચેરમેન કે.રવિન્દ્ર રાવે તેલંગાણા રાજયના વિવિધ સંગઠનો સાથે સહયોગ માટે ભારતના રાષ્ટ્રીય સહકારી સંધના પ્રયાસોની પ્રશંસા કરી અને તેલંગાણા રાજય સહકારી સંઘ દ્વારા શિક્ષણ અને તાલીમ પ્રણાલીને મજબુત કરવા માટે ભારતના રાષ્ટ્રીય સહકારી સંઘ પાસેથી સમર્થન માગ્યુ. ડો.સુધિર મહાજન સમાજના જરૂરીયાતમંદ વર્ગોને ટેકો આપવા માટે સહકારી ઓળખને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થાઓને પ્રેરણા આપશે. તેમને તેલંગાણા સ્ટેટ કો.ઓપ.બેંક, એપેક્ષ બેંક અને તેલંગાણા સહકારી યુનિયનોના પ્રમુખો, મેનેજીંગ ડીરેકટરો અને અધિકારીઓએ કાર્યક્રમનું સફળતાપુર્વક આયોજન કરવામાં મદદબન્યા હતા
આ તકે તેલંગાણા રાજય સહકારી માર્કેટીંગ ફેડરેશનના પ્રમુખ રમેશકુમાર બંગા, અર્બન કો.ઓપરેટીવ બેંકના પ્રમુખ આર. રામચંદ્રન સહિત વિવિધ રાજયો માંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા તેમ યાદીમા જણાવાયેલ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM