“કિશોરી” મેળો માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ ની પ્રેરક ઉપસથિતિમાં યોજાયો

માણસા ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના તથા ‘પૂર્ણા યોજના’ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અને બ્લોક કક્ષાએ ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત’ થીમ પર આયોજિત કિશોરી મેળામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.

“સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત ” થીમ હેઠળ માણસા ખાતે “કિશોરી” મેળો યોજાયો
કિશોરીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, આહાર તથા સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજણ આપવામાં આવી

“કિશોરી” મેળો માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ ની પ્રેરક ઉપસથિતિમાં યોજાયો
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના તથા “વહાલી દીકરી યોજના” તેમજ “પૂર્ણા યોજનાના” સયુંકત ઉપક્રમે દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” હેઠળ સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાએ “કિશોરી” મેળાનું માણસા ખાતે આયોજન કરવામાં આવ્યું માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કિશોરી મેળા વિષે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કિશોરીને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. કિશોરીને સ્વ- બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કોઈ પણ મુશ્કેલીમાં તેમનો વિભાગ કઈ રીતે ઉપયોગી થઇ શકે તેની માહિતી આપવામાં આવી. કિશોરીને આરોગ્ય ,શિક્ષણ ,સ્વચ્છતા વિશે ,BMI ,H.B., આહાર પોષણ. બેંક, પોસ્ટની યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કિશોરીને પૂર્ણા યોજના તેમજ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, યોગ, સ્કીલ ડેલોપમેન્ટ, ગુડ ટચ, બેડ ટચ, સ્વરક્ષણ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીને H B. વધારવા માટે શું કરી શકાય, કેવો ખોરાક ખાવો વગેરે વિશે સમજણ આપવામાં આવી હતી. આ મેળામાં કિશોરીને એનિમિયા મુક્ત થવા માટે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત IFA ગોળી વિષે સમજણ આપવામાં આવી હતી. પુન: પ્રવેશ વિષે ઉદાહરણ આપી કિશોરીઓને સમજણ આપવામાં આવી હતી. આ કિશોરી મેળામાં કિશોરીઓએ જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત ર્ક્યું હતું અને સાથે સાથે કિશોરીના વાલીઓને પણ કિશોરી કુશળ બને, સૂપોષિત, તેમજ સશકત બને તેવીમાહિતી આપવામાં આવી હતી. કિશોરીઓના વાલીઓ સરકાર તરફથી ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર થયા હતા. જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ રાઠોડ જિલ્લા પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ તેમજ તાલુકા પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, ગામના આગેવાનો, ભાજપાના કાર્યકર્તાઓ અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM