અંકલેશ્વર આદિવાસી સમાજ ની નવરાત્રી ની અનોખી ઉજવણી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

. અંકલેશ્વર ના આદિવાસી સમાજ ની નવરાત્રી માં વર્ષોથી ચાલી આવતી ઘેરૈયા ની પરંપરા જાળવવા માટે આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી રહી છે. અંકલેશ્વર ના ચોર્યાસી ભાગોળ ના આદિવાસી સમાજ ના કિશોરો અભ્યાસ ની સાથે 9 દિવસ સ્ત્રી વેશ ધારણ કરી . નવ દિવસ ગલી મહોલ્લો અને ગામેગામ ઘેરૈયા રમવા નીકળ્યા છે. ત્યારે આ કિશોરો ના ઘેરૈયા એ ભારે આકર્ષણ જમાવ્યું છે .

માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. સર્વે માઇ ભક્તો માતાજી ની પૂજા માં આજ થી લીન બનશે. આ વચ્ચે અંકલેશ્વર એક એવો પણ સમાજ છે. જે હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા ને આજના આધુનિક યુગ પણ જાળવી રાખી છે. અંકલેશ્વર માં વસતા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન યુવાનો સ્ત્રી વેશ ધારણ કરી માતાજી ની આરાધના કરવા નો પર્વ એટલે ઘેરૈયા નૃત્ય. ત્યારે નવરાત્રી માં લુપ્ત થતા ઘેરૈયા નૃત્ય ને અંકલેશ્વર શહેર ના ચોર્યાસી ભાગોળ ના આદિવાસી સમાજ ની આજ ની તરુણ પેઢી આગળ આવી છે ,ચોર્યાસી ભાગોળ ના સ્કૂલ માં અભ્યાસ કરતા કિશોરો એ પેઢીઓ થી ચાલી આવતી ઘેરૈયા નૃત્ય ની પરંપરા ને આગળ ધપાવી છે,15 જેટલા કિશોરો એ નવરાત્રી ના આગમન ના 10 દિવસ અગાઉ થી ઘેરૈયા ની તૈયારીઓ શરુ કરી હતી ,

ખાસ કરી ને નવરાત્રી પર્વ માં ઘેરૈયા નૃત્ય માં સ્ત્રી વેશ ધારણ કરવો પડે છે ,ત્યારે આજ થી શરુ થયેલ નવરાત્રી પર્વ માં આ કિશોરો સ્ત્રી વેશ ધારણ કરી ને મંદિર માં માતાજી ની આરાધના કરી ઘેરૈયા રમવા ની શરૂઆત કરી છે આ કિશોરો નગર ના ગલી મહોલ્લા અને ગામેગામ ઘેરૈયા રમી નવ દિવસ માતાજી આરાધના માં લિન બનશે પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેર ની 5 થી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેરૈયા નૃત્ય રજૂ કરતી હતી જે આજે વિસરાઈ જવા પામી છે અને એક માત્ર હાલ અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ ખાતે આવેલ માતાજી મંદિર ના ભક્તો અને સ્થાનિક આદિવાસી સમાજના તરુણો એ આ પરંપરા ને જીવંત રાખી છે.ત્યારે આ તરુણો ના ઘેરૈયા નૃત્ય ને ભાર આકર્ષણ જમાવ્યું છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM