ગાબાણી કોલેજમાં ‘ભારતીય જ્ઞાન પ્રણાલી: પરિચય’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત શ્રી જે.ડી.ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઑફ મેનેજમેન્ટ, વરાછા, સુરતમાં તારીખ 17/10/2023 ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અન્વયે ‘ભારતીય જ્ઞાન પ્રણાલી : પરિચય’ વિષય પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રકાશજી કપુરીયા (સુરત મહાનગર, સહ-સંપર્ક પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)નું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાનમાં કોલેજના એફ. વાય. બી.બી. એ. અને એફ.વાય.બી.કોમ. ના વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાં શ્રી પ્રકાશજી કપુરીયા દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી વિષય અંગે ઉંડાણપૂર્વકનો પરિચય આપવામાં આવ્યો હતો. વ્યાખ્યાનમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ, આધ્યાત્મિક જીવનશૈલી, જીવન મૂલ્યો, વસુધૈવ કુટુંકમ્બ, વિશ્વને ભારતની વિવિધ ક્ષેત્રોમાં ભેટ અને ગૌરવ શાળી ભારત, ભારતીય શોધ અને સંશોધનો, ધર્મ,કામ, અર્થ , મોક્ષ , શાંતિ મંત્ર, વગેરે વિવિઘ મુદ્દાઓ પર ઉદાહરણો દ્વારા ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. શ્રી પ્રકાશજી કપુરીયા દ્વારા વિધાર્થીઓને ભારતીય જ્ઞાન પ્રણાલી વિષય અંગે વધુ અભ્યાસનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી વિષયમાં ઉજ્જ્વળ દેખાવ કરનાર કોલેજના એફ. વાય. બી.બી. એ. અને એફ.વાય.બી.કોમ. ના

પ્રતિભાશાળી વિધાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શ્રી ધ્રુવભાઈ પટેલ (સુરત મહાનગર મહાવિધાલય પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉ. ગોવિંદભાઈ

ધીનૈયાના માર્ગદર્શન હેઠળ પ્રો. ચંદ્રેશ મહેતા,પ્રો. રસિક કાથરોટિયા અને ડૉ.હરીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *