સોજીત્રા ખાતે નિર્માણ પામનાર અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ખાતમુહુર્ત કરાયું

સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ (બકાભાઇ) ની ઉપસ્થિતિ માં સમારોહ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

રાજ્ય સરકાર નાગરિકોને તમામ જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સતત કાર્યરત છે. તમામ જિલ્લા અને તાલુકા કચેરીઓમાં નાગરીકોને સરળતાથી સુવિધા મળી રહે તે માટે નવીન જનસેવા કેન્દ્ર શરૂ કરવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકફાળો ભેગો કરીને નાગરીકો માટે નવીન સેવા કેન્દ્ર નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 
        આણંદ જિલ્લાની સોજીત્રા મામલતદાર કચેરી ખાતે લોકફાળાથી નિર્માણ પામનાર અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ખાધમુહુર્ત- ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને સાંસદશ્રી મિતેષભાઇ પટેલ તેમજ સોજીત્રા વિધાનસભા બેઠકના ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં તેમજ એન.એફ.એસ.એ. હેઠળના લાભાર્થીઓને અન્ન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
        ઉલ્લેખનીય છે કે લોકસહયોગથી નિર્માણ પામનાર આ જનસેવા કેન્દ્રમાં ઇન્ફીનીયમ ફાર્મા કેમ. લિ. દ્વારા સી.એસ.આર. હેઠળ સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે કંપનીના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સોજીત્રા મામલતદાર કચેરી ખાતે નિર્માણ પામનાર આ અત્યાધુનિક જનસેવા કેન્દ્રમાં નાગરિકોને આધાર કાર્ડ અંગેની, ૭-૧૨/ ૮-અ ના ઉતારા સહિતની અનેક જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહેશે.
ભૂમિપુજનના કાર્યક્રમ બાદ જિલ્લા કલેકટરશ્રીએ સોજીત્રા સી.એચ.સી. ની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરિક્ષણ કરી સંલગ્ન અધિકારીને જરૂરી સૂચન-માર્ગદર્શન આપ્યું હતું.       
        આ ખાતમુહુર્ત-ભૂમિપુજન પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી પ્રજ્ઞેશ જાની, મામલતદારશ્રી ચાર્મી રાવલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ અને પદાધિકારીઓ-અગ્રણીઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM