

દેશના અનેક દિગ્ગજ હસ્તીઓની હાજરીમાં પ્રસિદ્ધ અભિનેત્રી અમીશા પટેલ દ્વારા સન્માન એનાયત થયું.
ફક્ત મહિલા દ્વારા પ્રશાસિત અને સંચાલિત વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝને તેના અધ્યાત્મ સેવાકાર્યો, ભારતીય સંસ્કૃતિ અને સહજ રાજયોગા દ્વારા સમાજ નવનિર્માણના વિશાળ કાર્યોની કદરરૂપે દેશ-વિદેશના અનેક સન્માન મળી રહેલ છે. ત્યારે બેંગ્લોરમાં આયોજિત ભવ્ય સમારંભમાં એક્સિલેન્સ આઇકોન એવોર્ડથી સન્માનિત કરાઈ છે.
દેશના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત મહાન વ્યક્તિઓને પસંદ કરી એક ભવ્ય સમારંભ બેંગ્લોર યોજાયો જેમાં સમાજના નવનિર્માણ અને વિવિધ ક્ષેત્રોમાં ઈશ્વરીય જ્ઞાન રાજયોગથી મળતી સફળતા માટે શ્રેષ્ઠ સન્માન સ્વરૂપે, દિલ્હી સેવાકેન્દ્રની બ્રહ્માકુમારી જયા બહેનને પ્રસિદ્ધ અભિનેત્રી અમીશા પટેલના હસ્તે એક્સિલેન્સ આઇકોન એવોર્ડ થી સન્માનિત કરાયા છે. ત્યારે તેણીએ પોતાના વક્તવ્યમાં માનવ સમાજના દરેક ના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા સર્વને અનુરોધ કરેલ અને અમીશા પટેલ સાથે જ્ઞાન ચર્ચા કરી તેને બ્રહ્માકુમારીઝ મુખ્યાલય માઉન્ટ આબુ આવવાનું આમંત્રણ આપવામાં આવેલ, જેનો તેણીએ સહર્ષ સ્વીકાર કરેલ.