“ગાબાણીકોલેજમાં ભારતીય જ્ઞાન પ્રણાલીવિષયમાં ઉજ્જ્વળ દેખાવ કરનાર વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું”

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત શ્રી જે.ડી.ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઑફ મેનેજમેન્ટવરાછાસુરતમાં ભારતીય જ્ઞાન પ્રણાલી’  વિષયમાં ઉજ્જ્વળ દેખાવ કરનાર વિધાર્થીઓનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રકાશજી કપુરીયા (સુરત મહાનગર, સહ-સંપર્ક પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) અને શ્રી ધ્રુવભાઈ પટેલ (સુરત મહાનગર મહાવિધાલય પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) ના હસ્તે સન્માન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે કોલેજના વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષે જાણી શકે અને ભારતના સ્વનો સ્વંયમ સાક્ષાત્કાર કરી શકે એવા ઉદેશ થી ભારતીય જ્ઞાન પ્રણાલીનો વિષય દાખલ કરવામાં આવ્યો છે. ઉજ્જ્વળ દેખાવ કરનાર સૌ વિધાર્થીઓને કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉ. ગોવિંદભાઈ ધિનૈયા તેમજ સમગ્ર કોલેજ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *