



























કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2023 અંતર્ગત, સ્નેહ સિંધી અને જાનકી પંડ્યા(મેગા ફાઈનલ વિજેતા ) 19 થી 35 વર્ષના આયુંમાં ભાઈઓને બાઇક તથા બેહનોના વિભાગમાં સ્કૂટર ઇનામ આપવામાં આવ્યું. અન્ય વિજેતાઓને નાના બાળકોની કેટેગરીમાં સાયકલ, સ્ટડી ટેબલ, સ્માર્ટ વોચ, આપવામાં આવ્યું હતું જ્યારે મોટાઓને વોશિંગ મશીન એર કુલર, ઓવન, મ્યુઝિક સિસ્ટમ ફ્રીઝ વિગેરે ભવ્ય ઇનામો મેગા ફાઈનલ માં આપવામાં આવ્યા હતા. આ નવરાત્રી મહોત્સવ દરમિયાન સાત લાખથી ઉપરના ઇનામો આપ્યા. મહોત્સવ દરમિયાન 10 દિવસ સુધી રોજે રોજ 48 જેટલા ઇનામો તેમજ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં આપવામાં આવ્યા. વિશેષમા આશ્રમશાળા ભાણાવાડીના બાળકોને પણ વિશેષ આમંત્રણ આપી 200 જેટલા બાળકોને ઇનામો આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાળકોએ પણ રાસ ગરબા ગાયા, આહીર સમાજની બહેનો દ્વારા પણ સુંદર કલાકૃતિ રાસ ગરબાનું પણ આયોજન, લીમડા ચોક વ્યારા ઉપર કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી આઠમાં વર્ષની ભવ્ય નવરાત્રી મહોત્સવનું ઉજવણી લીંમડા ચોક, વ્યારા ખાતે શ્રી.લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
