અમદાવાદના બાપુનગર ખાતે ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ અને ‘હર દિન હર કિસી કે લિયે’ આયુર્વેદ અભિયાન અંતર્ગત આયુષ મેળાનું આયોજન

           અમદાવાદ જિલ્લા ખાતે ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ અને ‘હર દિન હર કિસી કે લિયે’ આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક શ્રી આયુષના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુષ તંત્ર, અમદાવાદ દ્વારા 28 ઓક્ટોબર, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023ના સંદર્ભે ઈન્દુલાલ યાજ્ઞિક હોલ બાપુનગર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

          ધારાસભ્યશ્રી દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ આ આયુષ મેળામાં બાળકો માટે સુવર્ણપ્રાસન, યોગ નિદર્શન, અગ્નિકર્મ, જાલંધર બંધથી દંતોતપાટન, પંચકર્મ લાઈવ નિદર્શન, જનરલ ઓપીડી, સર્વ રોગ નિદાન કેમ્પ, પ્રકૃતિ પરીક્ષણ, હોમિયોપેથી કેમ્પ, આંગણા/ રસોડાની ઔષધી પ્રદર્શન,  મીલેટ પ્રદર્શન, સ્વસ્થવૃત્ત /સદવૃત પ્રદર્શન વગેરે પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવી હતી. સૌ જાહેર જનતાએ બહોડા પ્રમાણમાં આ આયુષ મેળાનો લાભ લીધો હતો.

          આયુષ મેળામાં 375 આયુર્વેદ ઓપીડી લાભાર્થી  375, 142 હોમિયોપેથી ઓપીડી લાભાર્થી, 116 પંચકર્મ લાભાર્થી, 72 દંત રોગ લાભાર્થી, 36 બાલ રોગ લાભાર્થી, 47 સ્ત્રી રોગ લાભાર્થી, 72 ડાયાબિટીસ ચેકઅપ લાભાર્થી, 49 અગ્નિકર્મ લાભાર્થી, 151 સુવર્ણ, પ્રાસન લાભાર્થી, 1570 આયુષ પ્રદર્શન લાભાર્થીઓએ ભાગ લીધો હતો.

           ઉપરોક્ત આયુષ મેળામાં બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહ, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય શ્રીમતી કંચનબહેન રાદડિયા, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવે, નાયબ સચિવ આરોગ્ય શ્રી ધવલભાઈ શાહ, નિયામક આયુષ શ્રી વૈધ હર્ષિતભાઈ શાહે હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *