રંગપુર મુકામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

આદરણીય યશસ્વી ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ સાહેબ દ્વારા ડોક્ટરશ્રીઓની સેવાઓને બિરદાવી

ધારાસભ્ય શ્રી જે એસ પટેલ ને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું

ધારાસભ્ય શ્રી જે એસ પટેલ એ આરોગ્ય વિભાગના આયોજનને બિરદાવ્યું

ધારાસભ્ય શ્રી જે એસ પટેલે રંગપુર મુકામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીના ડોક્ટરશ્રીઓએ સેવા આપી હતી. વિશેષમાં માણસા મત વિસ્તારના આદરણીય યશસ્વી ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ સાહેબ દ્વારા ડોક્ટરશ્રીઓની સેવાઓને બિરદાવી હતી . સમગ્ર આરોગ્યલક્ષી આયોજન માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને શુભકામનાઓ પાઠવી હતી. ધારાસભ્ય શ્રી જે એસ પટેલએે કહ્યું હતું કે, પ્રવર્તમાન જીવનશૈલીને જાેતા આરોગ્ય તપાસ જરુરી બની રહી છે. .આ પ્રસંગે તાલુકા પંચાયત, માણસાના ઉપપ્રમુખ આદરણીય શ્રી ગુરુભા રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ખુબ મોટા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે આદરણીય શ્રી જે. એસ. પટેલ સાહેબ દ્વારા આવનારા દિવસોમાં માણસાનો જે અદ્ભુત અને આકાશી વિકાસ થવાનો છે તેનો ચિતાર આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *