
સુરત મહાનગરપાલિકા ઘ્વારા ખરવરનગર જંકશનથી પર્વતપાટીયા તરફ જતા બી.આર.ટી.એસ. રૂટ પર ભાઠેના જંકશન પર ફલાયઓવર બ્રીજની લોકાર્પણ વિધિ માન.સંસદ સભ્ય શ્રી સી.આર. પાટીલના વરદહસ્તે કરવામાં આવી. આ સાથે જ સુરત શહેરમાં કુલ ૧ર૧મો બ્રીજ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઉપરોકત રોડ પર નોંધપાત્ર રીતે ટ્રાફીકનું ભારણ વઘ્યુ હોય તથા આ રોડથી શહેર અને શહેરનાં નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સીધી અવર જવર થઇ શકતી હોઇ, પીક અર્વસ દરમ્યાન ભાઠેના જંકશન પર ભારે ટ્રાફીકના કારણે ટ્રાફીક જામના બનાવો છેલ્લા કેટલાક સમયથી ઘ્યાને આવે છે. તેમજ રીંગરોડ કિન્નરી સિનેમાની સામેનો ૮૦’ પહોળાઇનો રસ્તો પણ સદર કેનાલ જંકશન પાસેથી ક્રોસ થતો હોય, પીક અવર્સ દરમ્યાન થતા ટ્રાફીક જામને નિવારવા સદર જગ્યાએ ફલાય એાવર બ્રીજનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે બાદ આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફીકની ભંયકર સમસ્યામાંથી મુકિત મળશે તેમજ લોકોના સમય તથા ઇંધણમાં ઘણી બચત થાય તેમ છે.જેથી કરીને પ્રદુષણમાં પણ ઘટાડો થશે.








આ કાર્યક્રમ પ્રસંગે માન. મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માન. ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ, માન. ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ, માન. ડે. મેયર ર્ડા. નરેન્દ્રભાઇ પાટીલ, માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી રાજન પટેલ, માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, માન. શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી,માન. દંડક શ્રી ધર્મેશ વાણિયાવાળા, પૂર્વ માન. ધારાસભ્ય શ્રી વિવેક પટેલ, માન. વિવિધ સમિતિ અઘ્યક્ષશ્રીઓ, મ્યુ. સદસ્યશ્રીઓ, પત્રકાર મિત્રો તથા જાહેર જનતા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
