
“વોકલ ફોર લોકલ” ઘર દિવડા બનાવતા આણંદ જીલ્લા ના કારીગરો

નાના માણસોને રોજગારી અર્થે ગ્રામીણ વિસ્તારના કારીગરોને પણ એક ઉત્તમ કક્ષાનું બજાર મળી રહે અને સ્થાનિક હાથ બનાવટની ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વોકલ ફોર લોકલને ખૂબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી છેવાડાના માનવી પણ જાતે બનાવેલી કે હાથ બનાવટની વસ્તુઓનું યોગ્ય બજારભાવ સાથે વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે અને આર્ત્મનિભર તરફ આગળ વધે તેવો શુભ આશય રહેલો છે.

દિવાથી દિપ પ્રગટાવી ઘરમાં અજવાળું પાથરી અંધકારને ઉજાસમાં ફેરવે છે :સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ

દિવાળીનો તહેવાર આંગણે આવી ગયો છે ત્યારે રોશનીના ઝડમગાટ માટે દીવાનું પણ અનેરું મહત્વ હોય છે. આવા સંજાેગોમાં આણંદ જીલ્લા માં માટીકામ થકી દીવડા સર્જન ઉત્પાદન કરતા પરિવારોને રોજગારી માટે યોગ્ય બજાર પુરૂં પાડી રોજગારી સર્જન કરી શહેરી વિસ્તારના લોકોને ઘર આંગણે હાથબનાવટના દીવડા પુરાપાડી આણંદ જીલ્લા ના કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. રોજગારી અને કલા બંન્ને વચ્ચે સેતુરૂપ બનીને “વોકલ ફોર લોકલ”ના મંત્રને ચરિતાર્થ કરી રહ્યો છે અને કલાને જીવંત રાખે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈનને વેગવાન બનાવી વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપીને આર્ત્મનિભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ નક્કર કદમ ઉઠાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે નાના વેપારીઓ માટે રોજગાર સર્જન થાય, આર્થિક સમૃદ્દિમાં વૃદ્ધિ થાય તેવા શુભ આશયથી આરંભાયેલું કેમ્પેઈન છે. જેમાં નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી ચિજવસ્તુઓની ખરીદી કરી આર્થિક રીતે મદદરૂપ થવા ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહિત કરવા જિલ્લાના નાગરિકોને પણ એક જાહેર અપીલ કરવામાં આવી રહી છે.
