


થરાદ પંથકની સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (ગેડા) અને ગુજરાત નોલેજ સોસાયટી (GKS) ની પ્રેરણા થકી મિશન લાઈફ બાબતે વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા તરીકે પ્રો ડો નિહાર નિમ્બાર્કે ખુબ જ રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયા હતા.
પ્રિ ડો જગદીશ એચ પ્રજાપતિના માર્ગદર્શનમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમ સંયોજક ડો નિહાર નિમ્બાર્કએ વિષયની ભૂમિકા આપી હતી. પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચનમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના ભયસ્થાનો બતાવી પર્યાવરણનું જતન કરવા જણાવ્યું હતું. સાથોસાથ તેઓએ ઊર્જા અને પાણીનો બચાવ કરવા તેમજ સિંગલ યુજ પ્લાસ્ટિકથી બચવા કૃતનિચ્શયી થવા આહ્વાન કર્યુ હતું. મુખ્ય વક્તા અને પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. નિહાર નિમ્બાર્કે મિશન લાઈફ પર પ્રેઝન્ટેશન થકી છ આયામો બાબતે ઝીણવટપૂર્વક સમજ આપી હતી. તેઓએ ગ્રીન હાઉસ અસર અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની વિઘાતક અસરો બાબતે પ્રકાશ પાડ્યો હતો. આ માટે જીવન શૈલીમાં સુધારો કરી કેટલીક ખોટી આદતો સુધારવા અનુરોધ કર્યો હતો.