મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે રાણાવાવ તાલુકાના ભોડદર પ્રાથમિક શાળા ખાતે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અંતર્ગત આયોજિત કાર્યક્રમ માં ઉપસ્થિત

‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’

કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ થાય અને તેની જન જાગૃતિ માટે આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે રાણાવાવ તાલુકાના ભોડદર પ્રાથમિક શાળા ખાતે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહીને સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં આર્થિક અને સામાજિક રીતે છેવાડાના વ્યક્તિને સમાજની મુખ્યધારામાં જોડાવા માટેનું આ શ્રેષ્ઠ આયોજન છે.

આ અન્વયે પી.એમ.સ્વનિધિ યોજના, પી.એમ.વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણ યોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો.

આ પ્રસંગે સાથે રાજ્યસભાના સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરિયા,પોરબંદર લોકસભાના સંસદશ્રી રમેશભાઈ ધડુક,પોરબંદર જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી પરબતભાઇ પરમાર,કુતિયાણાના ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી,ડી ડી ઓ શ્રી, ટી ડી ઓ શ્રી,સરપંચ શ્રી,તથા અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *