આણંદ જિલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પેટલાદ ખાતે કરવામાં આવશે

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

 આણંદ,આગામી તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૭૫ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પેટલાદ ખાતે કરવામાં આવનાર હોઇ નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડીને આયોજનબધ્ધ કાર્ય કરવા સુચવ્યું હતું.

શ્રી દેસાઈએ સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થાય, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિતની આનુષંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.જે.ચૌધરી, ચીફ ઓફિસરશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : બીના પટેલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM