ગાંધીનગર શહેર સહિત ભારત ભર માં નિરંકારી મિશન દ્વારા “પ્રોજેક્ટ અમૃત” અંતર્ગત “સ્વચ્છ જલ, સ્વચ્છ મન”પરીયોજના અન્વયે રવિવારે જલ સ્થાનો ની સફાઈ કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગર સાબરમતી નદીએ સફાઈ કાર્યક્રમ યોજાશે.બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાદાયી શિક્ષાઓને અનુસરતા સંત નિરંકારી મિશન દ્વારા સ્વચ્છતા અભિયાનના ઉપલક્ષમાં સંસ્કૃતિ વિભાગ ભારત સરકારના સહયોગથી “પ્રોજેક્ટ અમૃત” ની શરૂઆત વર્ષ 2023 થી કરવામાં આવેલ. આ યોજના નો મુખ્ય હેતુ પાણી નિકાસના સ્થાનો જેવા કે તળાવો, કુવા, નદીઓ, ડેમ વગેરેની સ્વચ્છતા તથા જનતા માં “જાગૃતતા અભિયાન” ના માધ્યમ થી પ્રોત્સાહિત કરવા નો છે.
સતગુરુ માતા સુધીક્ષાજી મહારાજ ના આશીર્વાદ તથા માર્ગદર્શન હેઠળ આ યોજના ના બીજા તબક્કા માં સમગ્ર ભારત દેશના 27 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળી 900 શહેરોના અલગ અલગ લગભગ 1500 સ્થળોએ તારીખ 25મી ફેબ્રુઆરી 2024 રવિવારે સવારે આઠ કલાક થી સફાઈ અભિયાન શરૂ થશે.

    સતગુરૂ માતા સુધીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજી ના પવિત્ર સાનિધ્ય માં યમુના છઠ ઘાટ થી આ કાર્ય ની શરૂઆત થશે. દિલ્હીમાં આ અભિયાન ને “આવો સંવારે યમુના કિનારે” નું સૂત્ર આપવામાં આવ્યું છે. જેમાં નિરંકારી મિશન ના યુવાનો,કોલેજ ના વિદ્યાર્થીઓ પાસે જઈને પાણી જન્ય રોગો ની માહિતી આપી જાગૃતતા ફેલાવવા નું કાર્ય કરશે.
    ગાંધીનગર શહેર માં પણ સાબરમતી નદી કિનારે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે આ અભિયાન અંતર્ગત સફાઈ કાર્ય કરવામાં આવશે. જેમાં બહોળી સંખ્યામાં નિરંકારી ભક્તો અને નાગરિકો ભાગ લેશે. તેમ ગાંધીનગર સેક્ટર 30 માં સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન માંથી કનૈયાલાલ દેવાણી ની યાદી જણાવે છે.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM