કલોલ તાલુકાના ગોલથરા ગામ કલોલ વિધાનસભા નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર દ્વારા ગોલાથરા ગામના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરજી ઠાકોર તથા તેમની સાથે ૧૦૦ થી વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડવામાં આવ્યા.

કલોલ તાલુકાના ગોલથરા ગામ કલોલ વિધાનસભા નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર દ્વારા ગોલાથરા ગામના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરજી ઠાકોર તથા તેમની સાથે ૧૦૦ થી વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડવામાં આવ્યા. જે પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર તેમજ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી શકરાજી ઠાકોર અને જીલા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રાજુભાઈ પટેલ, ગોલથરા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી શંભુજી ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં.

ગોલાથરા ગામમાં ગ્રામજનોમાં એક ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. માનનીય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોરે ગ્રામજનોને વિકાસ ની ગેરંટી આપી હતી તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં રૂપમાં એક એવા વૈશ્વિક નેતા ભારતને મળ્યા છે જેમના માટે દુનિયાભરનાં લીડરો પણ કહે છે કે-મોદી જે બોલે છે, એ કરીને બતાવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર જનતાને વિશ્વાસ છે ! આ વાત સમજાવી હતી. ગામ નો સર્વાંગી વિકાસ થાય અને જન જન સુધી દેશની વિકાસ ગાથા પહોંચે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજનાઓનો ગામમાં છેવાડા ના માનવી સુધી લાભ પહોંચ્યો છે. જેના કારણે કલોલ વિધાનસભામાં સમાવિષ્ઠ આ ગામ ના લોકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની કેન્દ્ર સરકાર, તેમજ ગુજરાત માં ભૂપેન્દ્ર પટેલ સરકાર, તેમજ ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોરની કામગીરી ને નિહાળી આજે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. અને આગામી સમયમાં ગામ ના સર્વાંગી વિકાસ નો સંકલ્પ કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *