શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી એસ. એ. એસ. કોલેજના અધ્યાપક પ્રો.ચંદ્રેશ મહેતા એ “અ કમ્પેરેટીવ એનાલીસીસ ઓફ નોન – પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઓફ ન્યૂ પ્રાઈવેટ સેકટર બેન્કસ ઈન ઈન્ડિયા” વિષય પર મહત્વનું સંશોધન કર્યું.


દેશની બેંકિંગ વ્યવસ્થામાં ખાનગી સેક્ટરની નવી બેન્કોનો મહત્વનો ફાળો – પ્રો. ડો. ચંદ્રેશ મહેતા
શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી એસ. એ. એસ. કોલેજના અધ્યાપક પ્રો. ચંદ્રેશ મહેતાએ “અ કમ્પેરેટીવ એનાલીસીસ ઓફ નોન – પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઓફ ન્યૂ પ્રાઈવેટ સેકટર બેન્કસ ઈન ઈન્ડિયા” વિષય પર અખંડ આનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિ.ડો. રૂપાલી એ. શાહના માર્ગદર્શન હેઠળ પીએચ. ડી. પૂર્ણ કર્યું. પ્રો.ડો. ચંદ્રેશ મહેતા એમનું સંશોધન પૂજ્ય માતા,પિતા અને ગુરુજનોને તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને સમર્પિત કરે છે. આ સંશોધનમાં મદદ કરનાર સૌનો તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પ્રો. ચંદ્રેશ મહેતા આભાર વ્યક્ત કરે છે. આ સંશોધન દેશની બૅન્કિંગ વ્યવસ્થાની સંગીનતા માટે ખુબજ મહત્વનું છે. પ્રો. ચંદ્રેશ મહેતા સંશોધનના મુખ્ય તારણો અને સૂચનો આર.બી.આઇ તેમજ ભારત સરકારના નાણા મંત્રાલયને પણ મોકલવાના છે.
પ્રો.ડો. ચંદ્રેશ મહેતાના સંશોધનના કેટલાંક મહત્વના તારણો અને સૂચનો નીચે મુજબ છે:
તારણો:

  1. HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને DCB બેંકે અસ્કયામતોની ગુણવત્તાના સંદર્ભમાં છેલ્લા દાયકામાં સારું પ્રદર્શન કર્યું છે.
  2. 2012-13 થી 2021-22 ના સમયગાળા દરમિયાન ખાનગી ક્ષેત્રની નવી બેંકોમાં થી HDFC બેંક, DCB બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને કોટક મહિન્દ્રા બેંક એનપીએના સ્તરને નિયંત્રિત કરવામાં વધુ કાર્યક્ષમ કામગીરી કરી છે.
  3. એનપીએ નિયંત્રણમાં ICICI બેંક કરતાં HDFC બેંક ની કામગીરી સારી રહી છે.
  4. એક્સિસ બેંક અને યસ બેંક છેલ્લા દાયકા દરમ્યાન એનપીએને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા, યસ બેન્કની કામગીરી એકંદરે નબળી રહી છે.
  5. એનપીએની કામગીરીની દ્રષ્ટિએ ઓવરઓલ રેન્કમાં HDFC બેંક પ્રથમ ક્રમ, , ઇન્ડસઇન્ડ બેંક દ્વિતીય ક્રમ તેમજ કોટક મહિન્દ્રા બેંક તૃતીય ક્રમ મેળવે છે. રોકાણકારોએ રોકાણ કરતી વખતે આ બધી બાબતો જોવી જોઈએ.
    સૂચનો:
    1.ખાનગી ક્ષેત્રની બેંકો જેમ કે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને યસ બેંકે એનપીએના સ્તરને ઘટાડવા માટે વધુ કડક ધિરાણ મૂલ્યાંકન અને આગામી વર્ષોમાં એનપીએને ઘટાડવા માટે સતત ફોલોઅપની નીતિ અમલમાં મૂકવી જોઈએ.
  6. વર્ષ 201-2013 થી વર્ષ 2021-2022ના દાયકા દરમ્યાન એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની એનપીએની સ્થિતિ ચિંતાજનક છે. આ બેંકોએ “અસરકારક એનપીએ સંચાલન નીતિઓ” અમલમાં મૂકીને એનપીએનું પ્રમાણ ઘટાડવું જોઇએ.
  7. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ડીસીબી બેંકે વર્ષ 2012-2013થી વર્ષ 2021-2022 ના દાયકા દરમ્યાન તુલનાત્મક રીતે ઓછો પ્રોવિઝન કવરેજ રેશિયો રાખ્યો હતો જે બેંકોમાં નેટ એનપીએના પ્રમાણમાં વધારો કરે છે.એનપીએના જોખમને ઘટાડવા માટે આ બેંકોએ યોગ્ય પ્રોવિઝન કવરેજ રેશિયો જાળવી રાખવો જોઈએ.
  8. છેલ્લા દાયકામાં નવી ખાનગી બેન્કોમાં પણ વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યામાં વધારો થયો છે.આ બેંકોએ ખાતરી કરવી જોઈએ કે લોન વિભાગ પાસે ગ્રાહકોની ક્રેડિટ પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે.કાર્યક્ષમ સ્ટાફ છે કે નહીં.
  9. યસ બેંકે પોતાના સંશાધનો પરના જોખમને દુર કરવા તાત્કાલિક પગલા લેવા જોઈએ.6. મૂડી પર્યાપ્તતા ગુણોત્તરના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તમામ બેંકોએ આરબીઆઈના ધોરણો મુજબ મૂડી પર્યાપ્તતા ગુણોત્તર સફળતાપૂર્વક જાળવી રાખ્યો છે. આગામી સમયમાં પણ આ પ્રમાણે મૂડી પર્યાપ્તતા ગુણોત્તર જાળવી રાખવો જોઈએ.
  10. કુલ અસ્કયામતો રેશિયો પર વળતરની સરખામણી દર્શાવે છે કે ડીસીબી બેંક અને યસ બેંકે અન્ય ખાનગી ક્ષેત્રની તુલનામાં કુલ સંપત્તિ પર ખૂબ જ ઓછું વળતર આપેલ છે. આ બેંકોએ સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરીને કુલ સંપત્તિ પર વળતર વધારવું જોઈએ.
  11. બેન્કોએ મેક્રો ઇકોનોમિક ડેટા અને તેમાં ફેરફારને પણ ધ્યાનમાં લેવા જોઈએ. મંદીના સમયગાળામાં નુકસાનના જોખમને ઘટાડવા માટે બેન્કોએ વિવિધ યોજનાઓ અને નીતિઓનો સમજદારીપૂર્વક અમલ કરવો જોઈએ.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM