





નિરંકારી મિશન ના વડા તથા હાલના સમયના સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ના આદેશ અને માર્ગદર્શન અનુસાર ગાંધીનગરના રાંધેસણ ખાતે આવેલ ધોળેશ્વર મહાદેવ મંદિર પાસેની સાબરમતી નદીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજી એ યમુના નદી કિનારે છઠ્ઠ ઘાટ દિલ્હી થી આ પ્રોજેક્ટ નો શુભારંભ કરાવતા કહ્યું, આપણા જીવનમાં જળનું બહુ મહત્વ છે તે અમૃત સમાન છે પરમાત્માએ આપણને સુંદર અને સ્વચ્છ સૃષ્ટિ આપી છે તેની સંભાળ રાખવી તે આપણી ફરજ છે. ગયા વર્ષથી શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ અમૃત સ્વચ્છ જલ, સ્વચ્છ મન નો મુખ્ય ઉદ્દેશ એ છે કે મોટાભાગના રોગોનું મૂળ કારણ પ્રદૂષિત પાણી છે પાણી સ્વચ્છ હશે તો શરીર સ્વસ્થ રહેશે. પાણી નો યોગ્ય ઉપયોગ, એની સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ છે. આ અભિયાન એક જ દિવસે એક જ સમયે ભારતના 27 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 900 શહેરોમાં લગભગ 1533 સ્થળોએ આયોજિત થયું. જેમાં લગભગ કુલ 11 લાખથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો. ગાંધીનગર, કલોલ, અને છત્રાલના નિરંકારી ભક્તોએ કેટલાય ટન કચરાને સળગાવી નાશ કર્યો. જ્યારે ટન બંધ કચરાનો મહાનગરપાલિકાના સહકારથી ટ્રેક્ટર દ્વારા ખસેડી નદીના વિસ્તારને ચોખ્ખો કરવામાં આવ્યો. આ પ્રયાસ એક દિવસ માટે કે એક વ્યક્તિ માટે નહીં પણ આ પ્રયાસ બધાને માટે અને સદા ને માટે છે એમ સમજી બધા સહયોગ આપશે તો આ પ્રોજેક્ટ ને જે નામ આપવામાં આવ્યું છે પ્રોજેક્ટ અમૃત એ સાર્થક થશે. આ સફાઈ અભિયાનમાં મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, મહંત શ્રી, પૂજારીગણ સહિત સૌનો સુંદર સહયોગ સાંભળ્યો તેમ ગાંધીનગર સેક્ટર 30 મા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન માંથી કનૈયાલાલ દેવાણી ની યાદી જણાવે છે.
