કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુવાનોમાં નૈતિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ માટેની તાલીમ અપાઈ.

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન વિવિધ ૨૦ કોલેજના ૭૫ વિધાર્થીઓને માનસિક, શારીરિક ઉપરાંત નૈતિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ માટે તા:૨૩ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે ૮૬મી સર્વ નેતૃત્વ શિબિર યોજાઈ. જાણીતા કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર સુરેશ પટેલ દ્વારા યુવાનોને પોતાની ક્ષમતાને ઓળખી તેનો સાચો અને સારો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કેવી રીતે કરી શકાય તેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગેસ્ટ સ્પીકર તરીકે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કામ કરતા શ્રી પ્રણવ દેસાઈએ પર્યાવરણની સુરક્ષા માટે આપણે કેટલા જવાબદાર છીએ અને તે માટે આપણે શું શું કરવું જોઈએ, એ અંગે બહુ જ રસપ્રદ શૈલીમાં વાત કરી હતી. જ્યારે નવમા ધોરણમાં ભણતી આર્યા ચાવડાએ સસ્ટેનેબલ લિવિંગ: કેરીંગ ફોર ક્લાઇમેટ પર વાત કરી હતી. રોનકભાઈ કડિયાએ સ્વાસ્થ્ય અંગેની જરૂરી માહિતી સાથે અંગદાનનું મહત્વ સમજાવી યુવાનોમાં જાગૃતા લાવવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે તૃષ્ણા પ્રજાપતિએ આદિવાસી વિસ્તારના ગામડાના બાળકો માટે તેમના દ્વારા કરવામાં આવતી શિક્ષણ, સંસ્કાર અને સેવાકીય પ્રવૃતિઓની વાત રજૂ કરી યુવાનોને પ્રેરણા પુરી પાડી હતી.

કાર્યક્રમના છેલ્લા દિવસે તમામ તાલીમાર્થીઓને સેક્ટર-૩૦, ગાંધીનગર સ્થિત સ્મશાનની અને ડમ્પીંગ સાઇડ ની મુલાકાત કરાવી તેમના દ્વારા કરવામાં આવતી વિવિધ લોકકલ્યાણની પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી અપાઈ હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM