શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વીનભાઈ મોલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા

તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓનું સુદૃઢીકરણ અતિઆવશ્યક છે : ઉદયભાઈ કાનગડ
૬૮– રાજકોટ (પૂર્વ) વિધાનસભામાં રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા વોર્ડ–૪માં મોરબી રોડ જકાતનાકા પાસે નવનિર્મિત ‘શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર’ નું લોકાપર્ણ વિધાનસભા–૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વીનભાઈ મોલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના કાર્યકાળમાં છેલ્લા દાયકા દરમ્યાન દેશનો સર્વાંગિ વિકાસ થયો છે અને દરેક ક્ષેત્રનો અભૂતપૂર્વ કાયાકલ્પ થયો છે. માન. નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીનો ઉદેશ સમાજના છેલ્લા
પગથિયે ઉભેલા દેશવાસીઓના જીવનમાં પરિવર્તન લાવવાનો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા દેશ અને રાજયમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ,સુલભ અને સુસજજ બનાવવામાં આવી રહી છે. અને તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓનું સુદૃઢીકરણ અતિઆવશ્યક છે. ત્યારે રાજયની ભાજપ સરકાર ધ્વારા છેલ્લા બે વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ પહેલ હાથ ધરીને સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રાજયમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ અને સેવાઓને ઉતરોઉતર શ્રેષ્ઠ બનાવવામાં આવી રહી છે. ટેકનોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓને દુર અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકારશ્રી ધ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા વોર્ડમાં અદ્યતન આરોગ્ય કેન્દ્રની સુવિધાથી વિસ્તારના રહેવાસીઓને લાભ મળી રહયો છે અને વોર્ડ–૪ મોરબી રોડ વિસ્તારમાં અદ્યતન ‘શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર’ ની સુવિધાથી વોર્ડ–વિસ્તારના ૬પ હજારથી વધુ લોકોને લાભ મળશે.
આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રન લોકાર્પણ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો કાળુભાઈ કુગશીયા, પરેશ પીપળીયા, કંકુબેન ઉધરેજા, શહેર ભાજપ મંત્રી નયનાબેન માલી, વોર્ડ સંગઠનના હોદેદારો વોર્ડપ્રભારી જે.ડી. ભાખર, વોર્ડપ્રમુખ કાનાભાઈ ડંડૈયા, મહામંત્રી ભરત લીંબાશીયા, હીતેશ મઠીયા, તેમજ કાનાભાઈ ઉધરેજા, પ્રવીણભાઈ પટેલ, વીનોદ જાની, જનક કુંગશીયા, ચંદુભાઈ ભંડેરી, નરેશ ચૌહાણ, મોન્ટુ વીસરીયા,અનીલ શ્રીમાળી, રવી ગોહેલ, વિજય લીંબાશીયા, રાજેશ્રીબેન માલવીયા, મનીષાબેન સેરશીયા, વર્ષાબેન વાળા સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
