આવતીકાલે ‘બમ બમ ભોલે’ ના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે : શહેર શિવભકિતના રંગે રંગાશે અને સત્યમ શિવમ સુંદરમના ત્રિગુણનો શહેરના ખમીરવંતા પ્રજાજનો સાક્ષાત્કાર કરશે : ઉદયભાઈ કાનગડ

વિધાનસભા ૬૮–રાજકોટ(પૂર્વ)ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ આવતીકાલે તા.૮/રના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની શહેરીજનોને ભકિતસભર શુભેચ્છા આપતા જણાવ્યુ છે કે મહાશિવરાત્રી એ ભારતમા ઉજવાતા મુખ્ય તહેવારોમાથી એક છે. ત્યારે સ્વયંભુ ગણાતા બ્રહમા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ
(ર)
અને મનનું પ્રતિક અને ભાવના બની રહે છે. હિન્દુ ભકતો ધ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે આ દિવસે શિવજીની આરાધના કરવામા આવે છે. શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય છે તેથી તેને મહાશિવરાત્રી કહેવાય છે.શિવરાત્રીને દિવસે ધ્વાપર યુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે તેમજ પ્રથમ જયોર્તિલીંગ પણ શિવરાત્રીને દિવસે જ પ્રગટ થયું હતું. પ્રાચિન કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌપ્રથમ જયારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા તૈયાર ન થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલુ ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમર્ગ જીવસૃષ્ટિનો નાશ કરી દે. જયારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ ભગવાન વિષ્ણુને પુછયો ત્યારે વિષ્ણુએ કહયું કે તેઓ શિવજી પાસે સહાય માંગે, અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળામળ પી લીધુ. આમ આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.મહાશિવરાત્રી માનવને જીવમા થી શિવ બનવાની પ્રેરણા આપે છે. સૃષ્ટિને શિવત્વનો સંદેશ સભળાવે છે.
મહાશિવરાત્રીએ ધ્વાદશ જયોર્તિલીંગની સ્વયંભુ ઉત્પતી થઈ હતી.વળી ધ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો તેથી આ દિનનો ઘણો મહીમા છે. ત્યારે અંતમાં ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે મહાશિવરાત્રીના દિવસે સૌ ભાવિકો શિવપૂજન કરી શિવપૂજામાં લીન થઈ ધન્યતા અનુભવે છે. તેમાંયે જુનાગઢ મહાશિવરાત્રી નો મેળો તો જગવિખ્યાત છે. જેમા દેશભરથી ભાવિકો સન્યાસીના દર્શનનો લ્હાવો લે છે અને ભકિતરસમાં તરબોળ થાય છે, ત્યારે આવતીકાલે સમગ્ર રાજકોટના શિવાલયો ‘બમ બમ ભોલે’ ના નાદથી ગુંજી ઉઠશે. શહેર શિવભકિતના રંગાશે અને સત્યમ શિવમ સુંદરમના ત્રિગુણનો શહેરના ખમીરવંતા પ્રજાજનો સાક્ષાત્કાર કરે તેવી શુભકામના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ પાઠવી હતી.
