
જિલ્લાની વિવિધ કોલેજોના ૫૦ જેટલા અઘ્યાપકો ની ઉપસ્થિતિમહેમાનોનું બુકે બદલે પક્ષીઓને ચણની પાવતીથી સ્વાગત કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન હેમ ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય શૈક્ષિક સંઘ ના મહેસાણા ઘટક દ્વારા કર્તવ્ય બોધ દિવસ અર્બન બેંક સાયન્સ કોલેજ ખાતે યોજાઈ ગયો.
હે ઉ ગુ યુની પાટણ ના કુલપતિશ્રી અને HNGU શૈક્ષિક સંઘ પાટણ ના અધ્યક્ષ પ્રા ડૉ જે જે વોરા સર ની ઉપસ્થિતિ માં આયોજિત આ કાર્યક્રમ માં મહેસાણા જિલ્લાની વિવિધ કોલેજોના ૫૦ ઉપરાંતઅઘ્યાપક બંધુ ભગિની જોડાયા હતા. સાયન્સ કોલેજ ના પ્રિ ડૉ ડી આર પટેલે આવકાર પ્રવચન કર્યુ હતું. બુકેના ખર્ચ ને બદલે પાંજળાપોળમાં ૫ કિલો ચણની પાવતી બનાવી તેનાથી સૌ મહેમાનોનું સ્વાગત કરી નવો અભિગમ અપનાવ્યો હતો અને પક્ષીઓને ચણ માટે દાન કર્યું હતું તેમ શૈક્ષિક સંઘના મંત્રી શ્રી ડૉ. શ્રીધરભાઈ જોષીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહામંત્રી અને સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રિ ડૉ જગદીશ પ્રજાપતિએ કર્તવ્યબોધ દિવસનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે શિક્ષકો- અઘ્યાપકો પોતાના કર્તવ્ય પ્રત્યે અહર્નિશ સજાગ રહે તથા શૈક્ષણિક ઉપરાંત સામાજિક-રાષ્ટ્રીય સંવેદના પ્રગટે તે હેતુથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઘટક સંગઠન દર વર્ષે વિવેકાનંદ જયંતિ થી સુભાષ જયંતિ દરમ્યાન કર્તવ્ય બોધ દિવસ ઉજવે છે. કેજી થી પીજી એમ તમામ શૈક્ષણિક સ્તરે કાર્યરત આ સંગઠન દેશના ૨૯ રાજ્યોની તમામ યુનિમાં સક્રિય છે તેમ જણાવ્યું હતું.
પ્રો ડૉ જે જે વોરા સરે જણાવ્યું હતું કે શૈક્ષિક સંઘ “રાષ્ટ્ર કે હિત મે શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક, શિક્ષક હિત મે સમાજ” આ ધ્યેયવાક્યના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા સતત સક્રિય છે. વિવાદ નહિ પણ સંવાદ થકી સરકાર સાથે ચર્ચા કરી પ્રશ્નોના ઉકેલ લાવે છે. સમાજ માં શિક્ષકો નો આદરભાવ જળવાઈ રહે તેવા રચનાત્મક કાર્યો આ સંગઠન કરે છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાર્વજનિક ફાર્મસી કોલેજ ના પ્રિ ડૉ સી એન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવી શિક્ષણ નીતિ પર વિસ્તૃત છણાવટ કરી જણાવ્યું હતું કે આગામી NEPથી શિક્ષણમાં આમુલ પરિવર્તન આવશે અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે. નવી શિક્ષણનીતિમાં ભારત કેન્દ્રિત, સર્વસ્પર્શી, હોલિસ્ટિક, ફૂચરિસ્ટીક એમ ચાર બાબતો પર વિશેષ ભાર છે એમ જણાવતાં કહ્યું કે તેનાથી ભારતનો ગૌરવવંતો વારસો પુનઃ જાગૃત થશે. સામાજીક સમરતાનું કર્તવ્ય નિભાવવા માટે પ્રિ સી એન પટેલે આહવાન કરતાં જણાવ્યું કે આવતા વર્ષે ABVP ની સ્થાપના ને ૭૫ વર્ષ પૂર્ણ હોઇ તે દેશના પ્રત્યેક ગામમાં તમામ જાતિ માટે “એક નળ, એક મંદિર, એક સ્મશાન, એક તિરંગો ના નારા સાથે સમરસ હિંદુ સમાજનો સંદેશ ફેલાવશે.પ્રા ડૉ વિમલ વૈદ્યએ કાર્યક્ર્મનું સંચાલન કર્યું હતું. પ્રો ડૉ અશોક પટેલ એ આભારવિધિ કરી હતી.


