જુના જનસંઘી સ્વ.નાનાલાલ ગોરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાજંલી અર્પણ કરાઈ..

કમલમ દૈનિક અજય ખત્રી

રાષ્ટ્રહિત ના કાર્યો ની સુહાસ આજ પણ મસ્કા માં પ્રસરી રહી છે. તેનું એક માત્ર કારણ એ છે કે આ ગામ વર્ષો થી જનસંઘ ના રંગે રંગાયેલું છે જેનો યશ જુના જનસંઘી સ્વ.નાનાબાપા તરીકે ઓળખાતા નાનાલાલભાઈ ગોર ને જાય છે.તેમણે કરેલા કાર્યો આજપણ લોકો ને પ્રેરણાદાયી રહયા છે.તેમની કાર્યસેવા નજર સમક્ષ રાખી ગામના સરપંચ કીર્તિભાઈ ગોર દ્વારા સ્વ.નાનાલાલ ગોર ની અર્ધપ્રતિમા મુકવાની જાહેરાત કરાઈ છે.આજરોજ તેમની ૨૨મી પુણ્યતિથિ નિમિતે પુષ્પાજંલી નો એક કાર્યક્રમ પંચાયત ખાતે યોજવામાં આવેલ.કચ્છ જનસંઘના પાયા ના પથ્થર એવા સ્વ.નાનાલાલ ગોર દ્વારા કરાયેલ રાષ્ટ્ર હિત ના કાર્યો ને યાદ કરવામાં આવ્યા હતા અને ટૂંક સમય માંજ મસ્કા ગામ ખાતે સ્વ.નાનાલાલભાઈ ગોર ની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવાની વાત પણ સરપંચ કીર્તિભાઈ ગોર એ ઉચ્ચારી હતી.

આ પુષ્પાંજલિ કાર્યક્રમ માં મસ્કા ગામ ના સરપંચ કીર્તિ ભાઈ ગોર, માંડવી તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ શિલ્પા બેન નાથાણી , ભાડીયા ના સરપંચ ઓસમાણભાઈ,ત્રગડી ના સરપંચ ભરતસિંહ જાડેજા,ભાજપ યુવા મોરચા ના વિરમભાઇ ગઢવી અન્ય સામાજીક અગ્રણીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM