આગામી લોકસભા ચુંટણી અંતર્ગત ઘાટલોડિયા વોર્ડની કે કે નગર સોસાયટીના નાગરિકો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહને પ્રચંડ બહુમતી સાથે વિજય અપાવવા મુખ્યમંત્રીશ્રીનું સ્થાનિક રહીશોને આહ્વાન

૭ મી મે ના રોજ ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે લોકસભા ચુંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ આગામી ચુંટણી માટે ગાંધીનગરના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહને વિક્રમી વિજય પ્રાપ્ત થાય અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મહત્તમ મતદાન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ રહેણાંક સોસાયટીના રહીશો સાથે સંવાદ કરી રહ્યા છે તે જ શૃંખલામાં મુખ્યમંત્રીશ્રીએ ઘાટલોડિયા વોર્ડની કે કે નગર સોસાયટીના નાગરિકો સાથે સંવાદ કરી શ્રી અમિતભાઈ શાહને પ્રચંડ બહુમતી સાથે વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.

આ તકે કર્ણાવતી મહાનગરના ભાજપા અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત શાહ, પ્રદેશ સહકાર સેલના સંયોજક બીપીનભાઈ પટેલ (ગોતા), AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, ઘાટલોડિયા વિધાનસભાના ઇન્ચાર્જ દર્શક ઠાકર સહિત સિનિયર આગેવાનો, અગ્રણીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *