ગાંધીનગર લોકસભા ભાજપાના લાભાર્થી સંપર્ક અભિયાન અન્વયે જવાબદાર કાર્યકર્તાઓ સાથે બેઠક કરી આગામી કામગીરી અંગે માર્ગદર્શન આપતા લોકસભાના પ્રભારી અને સાંસદશ્રી મયંકભાઇ નાયક તેમજ લોકસભા સંયોજક અને ધારાસભ્યશ્રી ડો. હર્ષદભાઈ પટેલ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, કેન્દ્રીય ભાજપાની કાર્યસૂચિ મુજબ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ સાથે લાભાર્થી સંપર્ક અભિયાન હેઠળ મુલાકાત કરી સંવાદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, આવાસ યોજના, સ્વનિધી યોજના, કિસાન સન્માન નિધિ, વિધવા અને વૃદ્ધ પેન્શન સહાય યોજના સહિત અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જે અંતર્ગત ગાંધીનગર લોકસભાના પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક અને લોકસભાના સંયોજક અને ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલે ગાંધીનગર લોકસભામાં ચાલી રહેલ ભાજપાના લાભાર્થી સંપર્ક અભિયાનની સમીક્ષા કરી જવાબદાર કાર્યકર્તાઓને આગામી સમયમાં કરવાની કામગીરી સહિત વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચવા આહ્વાન કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM