સાબરકાંઠા જિલ્લા બાર એસોશિયન દ્વારા સાબરકાંઠા- અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનો શુભેચ્છા સમારંભ યોજાયો

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

આજ રોજ સાબરકાંઠા જિલ્લા બાર એસોશિયન દ્વારા સાબરકાંઠા- અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનો શુભેચ્છા સમારંભ હિંમતનગર કચ્છી સમાજવાડી ખાતે યોજાયો

જેમાં સમગ્ર બાર એસોશિયન દ્વારા ઉમેદવારશ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જંગી બહુમતીથી વિજય થાય તે માટે ની શુભકામનાઓ પાઠવી, આ પ્રસંગે જીલ્લા સંગઠન પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, જિલ્લા મહામંત્રીશ્રી મહેન્દ્રસિંહજી રહેવર તથા વિજયભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, લીગલ સેલ કન્વીનર અરવિંદભાઈ પટેલ,સિનિયર વકીલ શ્રી જેતાવત સાહેબ,રશ્મિભાઈ પંડ્યા સાહેબ,ગીરીશભાઈ ભાવસાર, વસંતભાઈ મેહતા,રાજુભાઇ ભટ્ટ, જાનકીબેન રહેવર,સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન ના સૌ હોદ્દેદારશ્રીઓ,તેમજ ખૂબ મોટી સંખ્યામાં વકીલશ્રીઓ એ હાજરી આપી કાર્યક્રમ ને સફર બનાવેલ

આ પ્રસંગે પ્રમુખ શ્રી આર.વી. શર્મા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.. આ કાર્યક્રમ માં જિલ્લા સંગઠન પ્રમુખશ્રી કનુભાઈ પટેલ અને મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ઉમેદવારશ્રી ને જંગી બહુમતિથી જીતાડવા માટે સમગ્ર જિલ્લા સંગઠન એક જૂથ થઈને કાર્ય કરશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *