અમેરિકા–કેનેડામાં સૂર્યગ્રહણનો અવકાશી નજારો… લોકોમાં જબરી ઉત્કંઠા

અમેરિકાના ઓહાયો સ્ટેટની લોરેન કાઉન્ટીમાં ર૦૦ કિલોમીટરના લાંબા પટ્ટામાં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું છે. તા. ૮ મી એપ્નિલનું ગ્રહણ જોવા લોકો એટલા ઉત્સુક છે તે તંત્ર દ્વારા અત્યારથી તૈયારી કરી લીધી છે. લાખો લોકો આવશે તેને કેમ પહોંચવું. લોરેન કાઉન્ટીમાં રોડ ટુ લેન છે તે આખો પટ્ટો વાહનોનો થપો થઈ જશે, અવર જવરમાં મુશ્કેલી ઉભી થવાની છે તેથી ખાદ્ય વસ્તુ રાખી નાના–મોટા સૌ કોઈને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી વ્યવસ્થા ઉભી કરવા છતાં અંધાધુંધી ફેલાઈ જાય તો શું કરવું તેની ચિંતા સતાવે છે. અમુકે તો અત્યારથી જગ્યા રોકી દીધી છે એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષો બાદ આ પ્નકારનું ગ્રહણ જોવા મળવાનું છે. સૂર્યગ્રહણ જોવાના ખાસ ચશ્મા લેવા પડાપડી જોવા મળે છે. કેનેડાના ઓન્ટારીઓ સ્ટેટના નાયગ્રા ધોધ ફોલ પાસે લાખો લોકો આવશે તેવી સંભાવના છે. આ પ્નકારનું અગાઉ ૧૯૭૯ માં થયું હતું. હવે પછી આ પ્નકારનું ર૦૪૪ માં જોવા મળવાનું છે. અહીંના મેયરએ ગ્રહણના કારણે આગવી વ્યવસ્થા ઉભી કરી છે. ગ્રહણ જોવા ૧૦ લાખથી વધુ લોકો આવશે તેવો અંદાજ છે. લોકોમાં જબરી ઉત્કંઠા જોવા મળે છે. જાગૃત પ્નજાની ખાસિયત છે. અલૌકિક નજારો જોવા જબરી તૈયારી ગોઠવાઈ ગઈ છે. પૃથ્વી ઉપર સુપર ગ્રહણ અમેરિકા કેનેડામાં જોવા મળવાનું છે. વિજ્ઞાન ઉપકરણો જાત જાતના જોવા મળવાના છે. રોમાંચકારી ગ્રહણ ભારતના લોકો જોવાથી વંચિત રહેવાના છે તેનો અફસોસ છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે જયારે ભારતના જયોતિષીઓ ગ્રહણની અસરોની ખોટી વાતો લોકોના માથા ઉપર મુકશે. સદીઓથી ગ્રહણના નિયમો બનાવી મૂર્ખ બનાવે છે જે માત્ર અજ્ઞાનતાનો લાભ લઈ ઉંધા ચશ્મા પહેરાવી કર્મકાંડ ક્રિયાકાંડો તરફ દોરી જાય છે તેનો જાથાને અફસોસ છે. વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે ગ્રહો કે ગ્રહણ માનવ જીવન ઉપર અસરકર્તા નથી છતાં ભારતમાં તિક્કડમ ચાલે છે. સરકાર જ વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ બતાવે તો જ લોકોમાં સાચી દ્રષ્ટિ કેળવાય તેવું જાથા માને છે. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા કેનેડામાં ૮ માસથી વધુ રોકાયને રસપ્નદ માહિતી મેળવી હતતી. વિશ્વનું વિજ્ઞાન મ્યુઝિયમ ટોરેન્ટોમાં જોવાલાયક છે તેમાં ભાગ લીધો છે જે કાયમી સંભારણું સાબિત થયું તેનો લાભ જાથાના કાર્યક્રમમાં આપવામાં આવે છે. જાથાને લોકોનો ટેકો એટલા માટે છે કે જે બોલે છે તે પ્નમાણે આચરણ કરે છે. જાથાને તમામ લોકો ચાહે છે. દેશની પ્નગતિ કરવી હોય તો વિજ્ઞાનને અપનાવો. માનવને વિજ્ઞાન વિના માનવ એક ક્ષણ ચાલી શકાતું નથી તે વાસ્તવિકતા છે. આધ્યાત્મિકતા, સંસ્કૃતિના ગાવણા ગાવાથી દેશ પ્નગતિ કરી ન શકે તેનો સ્વીકાર આજે નહિં તો કાલે સ્વીકારવો પડશે. જાથા દેશભરમાં ગ્રહણની સમજથી લોકચળવળ ઉભી કરવાનું છે. વિજ્ઞાનથી માનવ સુખી સંપન્ન થયો છે તે તો સ્વીકારવું પડશે. વિશ્વભરમાં ગ્રહણનું જબરું કુતુહલ જોવા મળે છે. જાથા આ રોમાંચકારી ગ્રહણ ટી.વી. ઉપર નિહાળવા દેશવાસીઓને અપીલ કરે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM