”સોમવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો”

દુનિયાના દેશો અને અમુક પ્નદેશોમાં સોમવાર તા. ૮ મી એપ્નિલે અમુક દેશો–પ્નદેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણની અવધિ પ કલાક ને ૧૦ મિનિટની છે જે ઉત્તર–મધ્ય અમેરિકા, મેક્સિકો, પૂર્વ કેનેડામાં અદ્દભુત દેખાવાનું છે. વૈજ્ઞાનિકોએ સંશોધનો માટે પોતાના સ્થળની પસંદગી કરી લીધી છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહિ ત્યારે રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.
સંવત ર૦૮૦ ફાગણ કૃષ્ણ પક્ષ ને અમાસ તા. ૮ એપ્નિલ, ર૦ર૪, સોમવાર મીન રાશિ રેવતી નક્ષત્રમાં થનારૂં ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જયારે સૂર્યગ્રહણ ઉત્તર–મધ્ય અમેરિકા, પૂર્વ કેનેડામાં અલૌકિક જોવા મળવાનું છે. આ ઉપરાંત ગ્રહણ, ઉત્તર–દક્ષિણ પેસિફિક મહાસાગર, લેબે્રડર સમુદ્ર, ગ્રીનલેન્ડ સમુદ્ર, આઈસલેન્ડ સમુદ્ર, નોર્વેજીત સમુદ્ર, કેનરીઅસ સમુદ્ર વગેરે વિસ્તારોમાં જોવા મળવાનું છે.
ભૂમંડલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ર૧ કલાક ૧ર મિનિટ ૧૦ સેકન્ડ, ગ્રહણ સંમીલન : રર કલાક ૦૮ મિનિટ ૪૭ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ર૩ કલાક ૪૭ મિનિટ ૧૬ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : રપ કલાક રપ મિનિટ ૩ર સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ર૬ કલાક રર મિનિટ ૧૪ સેકન્ડ, આ ગ્રહણનું ગ્રાસમાન : ૧.૦પ૭ રહેશે. ગ્રહણની અવધિ ૦પ કલાક ૧૦ મિનિટની છે. ખગ્રાસ ગ્રહણ ૦૪ મિનિટ ર૮ સેકન્ડ સ્થિરતા રહેશે.
જાથાના રાજય ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ પૃથ્વી ઉપર ૦પ કલાક ૧૦ મિનિટ જોવા મળવાનું છે તેમાં પૂર્વ કેનેડામાં ૦૪ મિનિટ ર૮ સેકન્ડ સુધી ખગ્રાસ અવસ્થા અતિ દુર્લભ જોવા મળવાનું છે. માનવી માટે જીજ્ઞાસા સાથે સંશોધનનો શ્રેષ્ઠ સમય છે ત્યારે પશુ–પંખી માટે વિચલિત થઈ જાય તેવી અવસ્થા સાબિત થશે. તેમને એકાએક અંધકાર, પ્નકાશનું ગાયબ થઈ જવું કુતુહુલ સાબિત થવાનું છે. ભારતમાં ખગ્રાસ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળવાનું નથી. વિશ્વના અમુક દેશ–પ્નદેશોમાં આશરે ૦પ કલાક ૧૦ મિનિટ સુધી ગ્રહણનો અવકાશી નજારો આબેહુબ જોવા મળવાનો છે. આ ગ્રહણ અદ્દભુત–અલૌકિક છે. જીંદગીનો યાદગાર પ્નસંગ છે. માનવ જાતે વિજ્ઞાન ઉપકરણથી જોવાલાયક નજારો છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પોતાની જગ્યા નિયત કરી વ્યવસ્થા આરંભી દીધી છે. વિશ્વના વૈજ્ઞાનિકો અદ્યતન સાધનોથી લોકકલ્યણકારી સંશોધનો કરશે. ગ્રહણની અસરો, પશુ–પંખી–પક્ષી અને તેની ગતિવિધિ સાથે સાર્વત્રિક અભ્યાસ કરશે. વિશ્વ આખું તા. ૮ મી એપ્નિલે ટી.વી. માં ગ્રહણ સંબંધી વિસ્તૃત માહિતી આપશે. ઘર બેઠા નજરે ગ્રહણ જોઈ શકાય છે. ચંદ્ર–સૂર્યગ્રહણનો માત્ર ને માત્ર અવકાશી ખગોળીય ઘટના ભૂમિતિની રમત, પરિભ્રમણના કારણે ઘટના બને છે. લાખો–કરોડો માઈલ દૂર અવકાશી ઘટના બને છે તો પણ વૈજ્ઞાનિકો માનવ જાતની સુખાકારી માટે સંશોધનો કરે છે. જયારે ભારતમાં સદીઓથી અમુક લેભાગુઓ એકપણ વિજ્ઞાન ઉપકરણ વગર, કપોળકલ્પિત ચોપડીના આધારે ફળકથનો કરી લોકોને ઊંધા–અવળે માર્ગે વાળે છે. ભૌગોલિક, રાજકીય, સામાજિક, રાશિ ફળકથનો, ક્રિયાકાંડો વગેરે જાતજાતના તૂત લોકોના માથા ઉપર મુકે છે. લોકોને માનસિક પછાત રાખવાનું ષડયંત્ર કહી શકાય. ભારતમાં મોટાભાગના લેભાગુઓને ખગોળનું જ્ઞાન જ નથી. વર્ષો જુની ચોપડીમાંથી જોઈ ફળકથનો કરે છે. જાથાએ કહેવાતા મોટા માથાના લેભાગુઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈ આકાશમાં રાશિ, નક્ષત્ર, ગ્રહણો બતાવવા કહ્યું તેમાંથી એક પણ ગ્રહ–રાશી નામ સહિત બતાવી શકયા ન હતા. માત્ર લોકોને ઉલ્લું બનાવવમાં બેહદ હોંશિયાર સાબિત થયા હતા. પોતાના ફળકથનના ધંધામાં ગ્રહોના મંત્ર–જાપ, નિવારણ હોમ, કર્મકાંડ કરાવવામાં પાવરધા સાબિત થયા હતા. લેભાગુઓએ જાથાને કહ્યું કે માનવજાતને ગ્રહો નડતા જ નથી તેવું કહેવામાં આવે તો રોજગારી કયાંથી મેળવવી ? ભય–ડર બતાવો તો જ ગ્રહ નિવારણ કરવામાં આવે છે. તેથી જાત–જાતના વિધિ–વિધાન બતાવવામાં આવે છે તેવી નિખાલસતા બતાવી હતી. ચંદ્ર–સૂર્યગ્રહણનો માનવજાતને નડતા જ નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે છતાં ભારતમાં લેભાગુઓનો ધંધો આજે પણ પૂરબહાર ચાલે છે તેનું જાથાને દુ:ખ છે.
જાથના જયંત પંડયા વધુમાં જણાવે છે કે ભારતભરમાં ગ્રહણ સમયે વૈજ્ઞાનિક સમજ સાથે ચા–નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુઓના ફળકથનોની હોળી કરવામાં આવશે. લોકોમાં માનસિક ભય–ડર દૂર કરવાના પ્નયત્નો કરવામાં આવશે. પૃથ્વી ઉપર હજારો ચંદ્ર–સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ–ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક–બુતક ઠોકી, શારીરિક–માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્નકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન–પુણ્ય, જપ–તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. સદીઓથી લેભાગુઓ અને કર્મકાંડીઓના મિલાપીપણાના કારણે દેશમાં ગુમરાહ–ભ્રામકતા ફેલાવવાનું કામ જોવા મળે છે. લેભાગુઓ પોતાની આજીવિકા–રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.
વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, શુભ–અશુભ, લાભ–નુકશાન, હોની–અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્નાકૃતિક – કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ–તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્નકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા–દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ–હવન, જપ–તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધ:પતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની લેભાગુઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર–દેવસ્થાના બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની– કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા–દેવા નથી. માનવીએ ચંદ્ર–મંગળ ઉપર પગ મુકી દીધો છે છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર–મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃતિના દર્શન કરાવી તેના મંત્ર–જાપ કરી નંગની વીંટી પહેરી મુખાર્મીનું પ્નદર્શન કરે છે.
રાજયમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ–ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે.
જાથાના બિલડીના ખીમજીભાઈ બારોટ, દેવળાના બાબુભાઈ જાગાણી, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઈ યાદવ, જીવણભાઈ મીયાત્રા, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, હુસેનભાઈ ખલીફા, પ્નમોદ પંડયા, નર્ભયિ જોષી, કિશોરગીરી ગોસાઈ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા અનેક કાર્યકરો કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM