
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણી પ્રચાર સંદર્ભે ધનસુરા તાલુકાના રમોસ, કીડી, અને ભેસાવાડા ગામ ખાતે જિલ્લા પંચાયતના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરીને આગામી ચૂંટણીમાં વિકાસને વિજયી બનાવવાના સંકલ્પને વધુ મજબૂત કર્યો.
કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં જે ઉત્સાહ અને ઉમંગ અને મોદી સાહેબની ગેરંટી ઉપર અનન્ય વિશ્વાસ જોવા મળ્યો, તે જનસેવા માટે ફરી ભારતીય જનતા પાર્ટીની જીતને વધુ દ્રઢ બનાવે છે,

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિહ પરમાર, અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના યુવા આગેવાનશ્રી હિમાંશુભાઈ પટેલ, પ્રાંતિજ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પંચાયત સદસ્ય હિરેનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કાળીબેન, સંગઠન પ્રમુખ જગદીશભાઈ ગોર, મહામંત્રી નરેન્દ્ર ભાઈ પટેલ અને દોલતસિંહ ઠાકોર, ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રભારી અશોકભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ અમીશભાઈ પટેલ, મહામંત્રી અવધેશભાઇ પટેલ, મોડાસાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ એસ આર પટેલ, તાલુકા કારોબારી અધ્યક્ષ હિંમતસિંહ, પૂર્વ ધનસુરા સંગઠન પ્રમુખ રૂમાલસિંહ,સહકારી આગેવાન ભોગીભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, અને મણીભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, તાલુકા સદસ્યશ્રી સોવનબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સંગઠનના હોદેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સભાનું સંબોધન કરી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન સામે વોટ આપી જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું
