
અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ રામનવમીની ઉજવણી માધાપર ની વિવિધ સંસ્થાઓ, સમાજો અને મંડળો ની ઉપસ્થિતિમાં જીવદયા ના ભગીરથ કાર્યોના પ્રારંભ ૫૧ ગાડી ઘાસની વિવિધ ગામોમાં મોકલવામાં આવી હતી.
કચ્છ પશુપાલન પ્રદેશ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં પશુધન આવેલ છે અને કચ્છ ના દરેક વ્યક્તિ જીવ દયા પ્રેમી છે ત્યારે આ જીવ દયા ના મહાયજ્ઞમાં અનેકવિધ લોકો જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ મોરબી ના સંસદ વિનોદભાઈ ચાવડા, સમાજ રત્ન વિનોદભાઈ સોલંકી, હરીશભાઈ કતીરા, સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજના પ્રમુખ કૌશલ મહેતા, ભુજ તાલુકા ભાજપના મહામંત્રી દિનેશભાઈ ઠક્કર, માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દાદુભા ચૌહાણ, લોહાણા મહાજન માધાપર ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભીંડે, મૂર્તિ પૂજક જૈન સંઘ માધાપર ના પ્રમુખ વસંતભાઈ મહેતા, ઔદીચ્ય બ્રહ્મ સમાજ માધાપર ના પ્રમુખ મહેશભાઈ વ્યાસ, ભુજ ભાજપ તાલુકાના અનુસૂચિત મોરચાના પ્રમુખ નારાણભાઈ મહેશ્વરી, માધાપર ગ્રામ પંચાયતના સદસ્યો ફતેદાન ગઢવી, ભાવેશ ગઢવી, નારાયણ પાંચા, મયુર જોષી, બંસીટા સમાજ ટ્રસ્ટ ભુજના પ્રમુખ વિજયભાઈ રાજપુત, ઓધવ બાગ માધાપર ના પ્રમુખ દીપક ડાંગર,વી.બી.સી સમાજ ના પ્રમુખ સુરેશભાઈ મહેતા,ભુપેન્દ્રભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છના પ્રમુખ હિતેશભાઈ ખંડોર તથા ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા.
તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ ના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે તારીખ 30 6-2024 સુધી જે ગામોમાં જરૂરિયાત હશે ત્યાં ઘાસ મોકલવામાં આવશે.
આ કાર્ય માટે સમાજરત્ન દાતા શ્રી વિનોદભાઈ પુરષોત્તમભાઈ સોલંકી, શ્રી કતીરા કન્ટ્રક્શન ભુજ, શ્રી નવીનભાઈ આઈયા ભુજ, શ્રી જગતભાઈ વ્યાસ, સમર્પણ મહિલા મંડળ માધાપર, આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી ચેતનભાઇ ભગવાનજી ભાઈ ઠક્કર, શ્રી તુલસી દાસભાઈ જોશી ઘાસ ગાડી 2 શ્રી રવજી મનજી સોરઠીયા કંપની, શ્રી વિજય કન્ટ્રક્શન, યજુવેન્દ્રસિંહ રાઠોડ, દરજી સમાજ માધાપર, ઓધવ એન્ટરપ્રાઇઝ નો સહયોગ મળેલ છે.
બાઉખા(સ.), બાઉખા(ઓ.), મેઘપર રબારી વાસ, રૂદ્રાણી જાગીર, હરિપર, નથ્થરકુઈ, વિછીયા, માધાપર(નવાવાસ), પાયરકા, મખણા, આણંદસર, કુરબઈ, વાડાસર, નારણપર, ઉમેદપુર, ઝુરા, ઘડા, સરલી, ગોડપર(સરલી), સુખપર ગૌશાળા, લોરિયા, સુમરાસર શેખ, ઢોરી, ઝુરા, નોખાણીયા, માધાપર નીરણ કેન્દ્ર, સ્વામી.ગુરુકુળ લાખોદ, મીરઝાપર, ભુજ ઢોરવાડા નગરપાલીકા, વ્યારા, કોડકી, ભુજોડી, ઘડા સેડાતા, સુમરાસર જત, સેનેટોરીયમ, હબાય, નાગીયારી, કુવાથડા, કુનરિયા, ભુજ પાંજરાપોળ, માધાપર,શ્રી કનકસુરી અહિંસા ધામ -ભચાઉ, શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ- ભુજ. મધ્યે ઘાસ મોકલવામાં આવ્યું હતું.
સમર્પણ મહિલા મંડળ ના મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
