૯૨-કોડીનાર વિધાનસભામાં ૧૩-જુનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમાનો પ્રચંડ પ્રવાસ…

ગીર ગઢડા તાલુકાના ધ્રાબાવડ મુકામે ૯૩-ઉના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી રાજેશભાઈ ચુડાસમાનો કોડીનાર વિધાનસભા હેઠળ આવતી સનવાવ જિલ્લા પંચાયતનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ ધ્રાબાવડ મુકામે રાખવામાં આવ્યો હતો. જીલ્લા પંચાયતના આગેવાનો અને કાર્યક્રરોને મળવા પહોંચતા તેમના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે આવકારી રાજેશભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને શ્રી રાજેશભાઈ ચુડાસમાને વિજય બનાવવા જીલ્લા પંચાયતના આગેવાનો અને કાર્યકરો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા,તાલુકા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઈ રૂપાલા,જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ધીરુભાઈ મકવાણા,તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી કાનાભાઈ બાંભણીયા દરેક ગામના સરપંચશ્રીઓ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *