આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટના સંમેલનમાં ઉપસ્થિત રહી સમૃદ્ધ, સુરક્ષિત અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે ભાજપાને મત આપી અપાવી શ્રી અમિતભાઈ શાહને પ્રચંડ અને ઐતિહાસિક વિજય અપાવવા આહ્વાન કરતાં રાજ્ય સરકારના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને ગાંધીનગર લોકસભાના સંયોજક અને ડો.હર્ષદભાઈ પટેલ

આગામી લોકસભા ચુંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભાના ભાજપાના ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના ચુંટણી પ્રચાર અર્થે રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ગાંધીનગર લોકસભાના સંયોજક અને ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલે પ્રજાપતિ છાત્રાલય સોલા ખાતે આયોજિત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટના સંમેલનમાં ઉપસ્થિત રહી ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત ક્ષેત્ર બનાવવા તેમજ સમૃદ્ધ, સુરક્ષિત અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીને મત આપી અપાવી શ્રી અમિતભાઈ શાહને પ્રચંડ અને ઐતિહાસિક વિજય અપાવવા આહ્વાન કર્યું હતું. ઉપસ્થિત સર્વે નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અબ કી બાર, ૪૦૦ પારના લક્ષ્યાંકને ચરિતાર્થ કરવા યોગદાન આપવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. આ તકે ભાજપ સહકાર સેલના સંયોજક શ્રી બીપીનભાઈ પટેલ (ગોતા), પ્રજાપતિ સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *