ગાંધીનગર લોકસભાના સંયોજક ડો. હર્ષદભાઈ પટેલ દ્વારા સંગઠનાત્મક બેઠકોનો દોર: રાણીપ અને ચાંદલોડિયા વોર્ડમાં સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, શક્તિકૅન્દ્ર ઇન્ચાર્જ સાથે બેઠક યોજી

ગાંધીનગર લોકસભાના સંયોજક ડો. હર્ષદભાઈ પટેલ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર રીતે સુદ્રઢ અને સુનિયોજિત સંગઠન વ્યવસ્થા સાથેનું કાર્ય સુનિશ્ચિત કરવા બેઠકો લઈ રહ્યા છે જે અંતર્ગત તેઓએ રાણીપ અને ચાંદલોડિયા વોર્ડમાં વિવિધ શકતિકેન્દ્રમાં સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, શક્તિકૅન્દ્ર ઇન્ચાર્જ સાથે બેઠક યોજી બુથ સ્તરે ચુંટણીલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કાર્યકર્તાઓ સાથે પરસ્પર સંવાદ સાધી વિવિધ સંગઠનાત્મક મુદ્દે છણાવટ કરી ભાજપાના ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સમર્થનમાં મહત્તમ મતદાન થાય તે માટે આહ્વાન કર્યું હતું. તેઓએ રાણીપ વોર્ડની શુકન સિટી સોસાયટીમાં નાગરિકો સાથે ગ્રુપ મિટિંગ પણ યોજી હતી. શ્રી અમિતભાઈ શાહને ઐતિહાસિક અને ઝળહળતો વિજય અપાવવા માટે કાર્યકર્તાઓ અને જનતા ઉત્સાહિત અને તત્પર છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *