સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુંભારભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

શાળા પ્રવેશોત્સવથી આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છેઃ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત


કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે – કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

પાટણ
‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…’’ શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. શાળાના પટગણામાં કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતનું કુમકુમ કરીને સ્વાગત કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામની શાળાઓમાં નાના ભુલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. જેનું શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેઓએ ૨૦ વર્ષ પહેલાં ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. જેનાથી શાળાઓમાં સુવિધાઓ વધી રહી છે. જેનાથી આગામી સમયમાં ભારત દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે અને આત્મનિર્ભર બનશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મતે વિકસિત ભારત ૨૦૪૭માં શિક્ષણનું વિશેષ યોગદાન રહેવાનું છે. આજે વિજ્ઞાન પ્રવાહ સાથે તાલમેલ મેળવવા રાજ્ય સરકાર અનેક યોજનાઓથી શાળાઓમાં ૧૦૦% નામાંકનની સિદ્ધિ પ્રાપ્ત કરશે જેનાથી ૧૦૦% પરિણામ મળશે. વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ બાલક શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્યસરકાર કરી રહી છે. તે માટે નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેના થકી ઉત્તમ શિક્ષણ મળશે.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે એપીએમસીના ચેરમેનશ્રી વિષ્ણુભાઇ પટેલ, સંગઠનના આગેવાનો શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી જશુભાઇ પટેલ, શ્રી ભરતસિંહ, શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી શંભુભાઇ દેસાઈ, ઉપરાંત શ્રી દિલીપજી ઠાકોર, શ્રી મનીષભાઈ પ્રજાપતિ ઉપરાંત શ્રી અભેસિંહ, શ્રી વિનુભાઈ સાથે સરપંચશ્રીઓ ઉપરાંત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM