

યોગ દિવસની ઉજવણી
સરકારી તાલુકા પુસ્તકાલય દાંતા ખાતે 21 જૂન વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં યોગસહાયક દ્વારા અભ્યાસ કરાવ્યા હતા સાથે દાંતાના પ્રજાજનો અને વાચકો અને ગ્રંથાલય સ્ટાફ પણ સાથે જોડાયા હતા. આ 11 માં યોગ દિવસની ઉજવણી આ વર્ષની થીમ”એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” અંતર્ગત કરવામાં આવી. જેમાં સમાજસેવક ડાહ્યાભાઈ એ વાચકોને નિયમિત યોગ અભ્યાસથી થતા ફાયદા અને સ્વાસ્થ્ય તંદુરસ્તી માં યોગ નું મહત્વ અને પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થીઓ ને નિયમિત યોગ કરવા કહ્યું . જેમાં વિદ્યાર્થીઓ અને વાચકોએ યોગ અભ્યાસ કર્યો હતો.