એકતા, સંસ્કાર અને સેવા – રાજપૂત સમાજની ઓળખ

શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર સમસ્ત રાજપૂત મહિલા સેવા ટ્રસ્ટ અને યુવા વિકાસ પરિષદ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજીત વાર્ષિક સ્નેહમિલન સમારોહમાં સમાજના અગ્રણીઓ સાથે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતએ સંવાદ કર્યો.

ભાવનાત્મક સ્નેહથી ભરેલાં પરિવારના મિલનનો ઉત્સવ એવા ‘સ્નેહમિલન’ સમારોહ થી સમાજ એક તાંતણે બંધાય છે. સામાજિક સમરસતા સાથે કૌટુંબિક, નીતિગત તેમજ પરસ્પર સહકાર વધે છે ત્યારે સમાજને સંગઠિત-એકજૂથ કરી સાચા અર્થમાં સમાજપયોગી કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે સમાજના અગ્રણી, યુવા પેઢી અને મહાનુભાવોના સહભાગથી પરસ્પર સ્નેહનું અનોખું મિલન જોવા મળ્યું. રાજપૂત સમાજ હંમેશા રાજ્યના સર્વાંગી વિકાસમાં આગેવાન રહ્યો છે અને આ સ્નેહમિલન એ જ પરંપરાનો ઉત્સવ છે,

‌ આ કાર્યક્રમમાં શ્રી શંકરસિંહજી વાઘેલા, શ્રી સી.જે ચાવડા, ‌ શ્રી મહેન્દ્રસિંહજી વાઘેલા, શ્રી જયરાજસિંહજી પરમાર, શ્રી જીતેદ્રસિંહજી વાઘેલા (આઈ.એ.એસ), ‌પદ્મિનીબા સોલંકી – નાયબ કમિશનર ઈનકમટેક્સ, શ્રી સિદ્ધરાજસિંહ ભાટી, શ્રી શંકરસિંહજી ગોહિલ‌ તેમજ સમાજના આગેવાનો અને ભોજન દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *