સમસ્ત સિધ્ધપુર–ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા સરદાર હોલ, માર્કેટ યાર્ડ ખાતે ૪૫મો ઈનામ વિતરણ અને સન્માન સમારોહ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો.

સમસ્ત સિધ્ધપુર–ઊંઝા તાલુકા ગોપાલક વિકાસ મંડળ દ્વારા સરદાર હોલ, માર્કેટ યાર્ડ ખાતે ૪૫મો ઈનામ વિતરણ અને સન્માન સમારોહ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો. આ સમારોહમાં ગોપાલક સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને તેમની શૈક્ષણિક અને વિશિષ્ટ સિદ્ધિઓ બદલ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે સાથે સમાજના ગૌરવરૂપ એવા વિશિષ્ટ મહાનુભાવોને સન્માનિત કરી શિક્ષણ, સંસ્કાર અને એકતાની ભાવનાને મજબૂત બનાવવામાં આવી. આ કાર્યક્રમમાં શ્રી બાબુભાઈ‌ દેસાઈ‌ – ‌ રાજ્યસભાના સાંસદ, ‌શ્રી તળજાભાઇ દેસાઈ,‌ શ્રી મગનભાઈ દેસાઈ, ‌શ્રી દિનેશભાઈ દેસાઈ, ‌શ્રી શંભુભાઈ દેસાઈ,‌ ‌ શ્રી બળદેવભાઈ દેસાઈ,‌ ‌શ્રી‌ કાનજીભાઈ, ‌ શ્રી ‌રેવાભાઇ, શ્રી દેસાઈ અમરતભાઇ,‌ શ્રી‌ દેસાઈ નાગજીભાઈ, શ્રી દેસાઈ રાજુભાઈ ‌‌ અને સમાજના આગેવાનો ‌ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *