
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કોરોના યોદ્ધાઓના સન્માનની વાત કરી અને તેમની એક હાકલ પર દેશે આ વિચારને વધાવી લીધો, તબીબોથી લઈને નર્સ, પોલીસ, પત્રકાર, સામાજિક કાર્યકર તરીકે કામ કરતા આ કોરોના યોદ્ધાઓ માટે દેશે ખૂબ માન આદર દર્શાવ્યો. ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષથી કોરોનાનો કહેર દેશ અને દુનિયામાં જારી છે. એક બાજુ કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો હતો તો બીજી બાજુ અનેક લોકો મદદની આશ લગાવી રહ્યા હતા. ૨૪ માર્ચ ૨૦૨૦ પછી નો સમયગાળો એવો તબક્કો બતાવે છે કે જેમાં દરેક ભારતીય પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં બલિદાનની અપેક્ષા રાખવામાં આવી હતી. આ સમયમાં કેટલાય એવા ભારતીયો હતા જેમણે ‘કોરોના યોદ્ધા’ તરીકે પોતાનો જીવન જોખમમાં મૂકીને કોવિડ 19 સામે લડવામાં મોટું યોગદાન આપ્યું છે.
આ યોદ્ધાઓના પ્રયાસોને બિરદાવવા રોટરી ક્લબ ગાંધીનગર દ્વારા અગાઉ નક્કી કર્યા પ્રમાણે, કોરોનાની મહામારી (લોકડાઉન દરમમયાન – ૨૦/૦૩/૨૦૨૦ થી ૩૦/૦૬/૨૦૨૦) વચ્ચે ગાંધીનગર કે તેની આસપાસની સુંસ્થા / વ્યક્તિ દ્વારા સમાજ ઉપયોગી કે માનવ કલ્યાણની કામગીરી કરવામાં આવી હતી તેવા તમામને સ્મૃતિ ચિન્હ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા નો કાર્યક્રમ તારીખ ૨૭/૦૨/૨૦૨૧ ના યોજાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી અનિલ કક્કડ એ લોકડાઉન થી પણ પહેલા જન જાગૃતિના અભિગમ અને શૈક્ષણિક માહિતી સાથે રોગ પ્રતિકારાત્મક શક્તિ વધારવાના અને લોકડાઉન દરમ્યાન માનસિક સમતુલન કઇ રીતે જાળવવુ તે વિષય ઉપરના વેબ સેમીનાર થી કરેલી કામગીરી ની સાકારાત્મક નોંધ લેવાઇ હતી અને તેઓના બહુમાન સાથે પ્રમાણપત્ર પણ એનાયત કરવામા આવેલ હતા. જે સમગ્ર P. L. V. ટીમ માટે એક ગૌરવ પ્રદ બાબત બની છે.


