રાજય સરકાર શ્રીમંત ખેડૂતથી લઇને ખેત મજૂર તેમજ નાના વેપારીઓને પણ સતત મદદરૂપ થવા કટીબધ્ધ – જિલ્લાબ પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ સાત પગલા ખેડૂત કલ્યાકણ યોજના અંતર્ગત બાકી રહેલ ત્રણ યોજનાનું લોકર્પણ કરાયું

ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના પ્રથમ અને બીજા તબકકામાં ચાર યોજનાઓનું લોકાર્પણ કરવામા આવ્‍યું હતું જયારે આજે ત્રીજા તબકકામાં બાકીની ત્રણ યોજનાઓ જેવી કે, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્‍યે છત્રી પુરી પાડવાની યોજના, ખેતી ખાતાની સ્‍માર્ટ હેન્‍ડ ટુલ કિટ તથા કાંટાળી તારની યોજનાનું લોકાર્પણ ખેડા જિલ્‍લામાં કપડવંજ મુકામે જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના અધ્યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું હતું. જયારે આ કાર્યક્રમનું ગાંધીનગરથી મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે ઇ-લોકાપર્ણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર રાજયના ખેડૂત મિત્રોને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં ખેડા જિલ્‍લાના કપડવંજ તાલુકાના ખેડૂત મિત્ર શ્રી નિતીનભાઇ મણીભાઇ પટેલને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્‍તે સન્‍માનિત કરાયા હતા અને તેઓને રૂા.૫૧,૦૦૦/-નો ચેક, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરાયા હતા.   આ પ્રસંગે ખેડા જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલએ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર શ્રીમંત ખેડૂતથી લઇને ખેત મજૂર તેમજ નાના વેપારીઓને પણ સતત મદદરૂપ થવા કટીબધ્ધ છે. ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્‍યવસ્‍થાપન- કૃષિ ઉત્‍પાદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ વળે તે માટે રાજય સરકાર દ્વારા આત્‍મનિર્ભળ પેકેજ જાહેર કરાયું છે. તેઓશ્રીએ તાજેતરમાં કેન્‍દ્ર સરકારે પસાર કરેલ ખેડૂતો માટેના બિલની સમજણ આપી એકંદરે આ બિલથી ખેડૂતો ને જ લાભ થશે તેમ જણાવ્‍યું હતું. તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, ફળ અને શાકભાજી ઉત્‍પાદનનું સીધે સીધું ગ્રાહકોને વેચાણ થાય, ગુણવત્તા જળવાઇ રહે તે માટે રોડ સાઇડ વેચાણ કરતા નાના વેપારીઓને શેડ રૂપે છત્રીઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ખેડા જિલ્‍લામાં ૧૮૩૬ છત્રીઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ પૈકી માન્ય ૭૮૦ અરજીઓ આવેલ છે તેઓને મંજૂરી પત્રો આપવામા આવનાર છે. જયારે સ્‍માર્ટ હેન્‍ડ ટુલ કિટ સીમાંત ખેડૂત અને ખેત મજૂરો માટેની યોજના છે. આ યોજનામાં ખેડા જિલ્‍લાના જે ખેડૂતોએ અરજી કરી છે તેઓને લાભ આપવામાં આવશે. આ યોજના થકી ખેત મજૂરોને પડતા શ્રમને ધટાડવા તેમજ ખેત કામ ઝડપી કરી શકશે. આ યોજનામાં ૧૮ ખેત કિટ (સાધનો) માંથી ખેતમજૂર તેઓને જોઇતી કિટ ખરીદી શકશે અને તેઓએ એ કિટની મૂળ રકમના ફકત ૧૦ ટકા રકમ જ આપવાની રહેશે. આ કિટની મદદથી ખેતીના ખર્ચમાં ઘટાડો થશે તેમજ કાર્યક્ષમતામાં વધારો થશે. ત્રીજી યોજનાની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, અગાઉ ખેતરમાં રોઝ-ભૂંડના ત્રાસથી બચવા માટે કાંટાળા વાડની યોજના હતી તેમાં સુધારો કરી હવે ચાર કે પાંચ ખેડૂત મિત્રો ભેગા થઇ આ યોજનાનો લાભ લઇ શકશે જેથી  તેઓના ખેત ઉત્‍પાદનનું રક્ષણ થશે.    જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ. ગઠવીએ ખેડૂત મિત્રોને આ યોજના થકી આર્થિક સધ્ધરતા મેળવવા અપીલ કરી હતી.કાર્યક્રમમાં ઉપસ્‍થિત ખેડૂતમિત્રોને મહાનુભાવોને વરદહસ્‍તે મંજૂરી પત્રો  ખેડૂતમિત્રોને ચેક અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી મિરાંતભાઇ, કપડવંજ નગરપાલિકા પ્રમુખશ્રી પંકજભાઇ પટેલ, એપીએમસીના ચેરમેનશ્રી નિલેશભાઇ, જિલ્‍લા ખેતીવાડિ અધિકારીશ્રી, જિલ્‍લા અગ્રણીશ્રી દશરથભાઇ પટેલ, જિલ્‍લાનાં અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ તથા ખેડૂતમિત્રો ઉપસ્‍થિત રહયાં હતા. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM