માનવતાના કાર્યો દ્વારા આત્માનું ક્લાયણ થાય છે-જીજ્ઞા શેઠ

શંખેશ્વર ગામે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા ના દીક્ષા દિવસે અનેક માનવતાના કાર્યો કરવામાં આવેલ

ઉત્તર ગુજરાતના શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ ગામોમાં તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને જંગમરત્ન તીર્થ પ્રેરક,માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના દિવ્ય આશીર્વાદથી પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા ને સંયમ જીવનના 14 વર્ષ પૂર્ણ કરી 15 માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ


કુંવર,તારાનગર,હારીજ,મેમણાં,ચંદુર ગામે અનેક વિધ માનવતાના કાર્યો કરવામાં આવેલ.જેમાં એક હજાર પરિવારોમાં બુંદીના લાડુ,15 જિનાલયોમાં પરમાત્માની ભવ્ય અંગરચના,108 બહેનોને સાડી,ગાયોને ઘાસચારો, કુતરાવોને દૂધ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવેલ તથા શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ના કર્મચારીઓ અને શ્રી જહાજ મંદિરન એન્કરવાલા ધામના કર્મચારીઓને બુંદીના લાડવા અર્પણ કરવામાં આવેલ.મુનિરાજ નયશેખર વિજયજી મ.સા ની આજથી 14 વર્ષ પહેલાં શંખેશ્વર ના 108 ભક્તિ વિહારના ઉપક્રમે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરેલ અને જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરેલ.અને નીરવકુમાર માંથી મુનિરાજ નયશેખર વિજયજી બન્યા.તેમનું મૂળ વતન કચ્છ કોડાય અને માતાનું નામ મનિષાબેન,પિતાનું નામ અનિલભાઈ અને 13 વર્ષની નાની વયમાં દીક્ષા ગ્રહણ કરી હાલમાં સંયમ જીવન ની ખૂબ સુંદર આરાધના કરી રહ્યા છે.અને લોકો ને ધર્મ ઉપદેશ આપી ને ધર્મ કરવાની પ્રેરણા કરી રહ્યા છે.આ માનવતાના નું કાર્ય પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગુરૂ ભક્તો દ્વારા કરવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના ડાયરેક્ટર કર્મ વીરાંગના, સેવાભાવી જીજ્ઞાબેન શેઠ,જ્યોતિષાચાર્ય પૂર્વેશભાઈ શાસ્ત્રી,બેચરજી ઠાકોર,રવિ ઠાકોર તથા જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ ના સ્ટાફ ગણ ઉપસ્થિત રહી વિતરણ કરેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM