આર.એસ.એસ ના ટૂંકા નામથી ઓળખાતું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના રાષ્ટ્રભક્તિ યુક્ત શાખા કર્યોથી તો ઓળખાય જ છે સાથો સાથ રાષ્ટ્ર પર જયારે કુદરતી કે માનવસર્જિત આપતી આવી પડે છે ત્યારે સેવા કર્યોમા સંઘના સ્વયંસેવકો સૌથી આગળ પડતા હોય છે
હાલે જયારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલ છે અને લોકડાઉન ની પરિસ્થિતિ મા લોકોને ઘરમાં જ રહેવાનું છે ત્યારે આ કપરી પ્રસ્થિતિ મા ગરીબો અને મધ્યમ પરીવાર ની સતત ચિંતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જવાબદાર અધિકારીઓ અને સામાન્ય સ્વયંસેવકો પણ કરી રહ્યા છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાધામ ખાતે 32 બેડનું આઈસોલેશન સેન્ટર સરકારી તંત્રના માર્ગદર્શન હેઠળ ઉભુ કરવામાં આવ્યું છે. આ આઈસોલેશન સેન્ટરમાં આવનાર દર્દીઓ માટે નાસ્તો,ભોજન, આરોગ્યવર્ધક ઉકાળા, સ્વચ્છતા જેવી તમામ વ્યવસ્થાઓ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે. આ આઈસોલેશન સેન્ટરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર અને તેમની ટીમ દર્દીઓ અને આરોગ્યલક્ષી સેવાઓ આપશે. રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ


