ભુજ : ભુજ શહેરી વિસ્તારમાં વધારે વર્તાઈ રહેલા કોવીડ -19 ને ધ્યાને લઈ કોરોના સંક્રમણની અટકાવવા માટે તંત્ર દ્વારા ભુજ શહેરી વિસ્તારમાં જુદા – જુદા નિયંત્રણો લાદવામાં આવેલ છે જેમાં જુદી – જુદી પ્રવૃતિ તથા ધંધા – રોજગાર ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યા છે . જેમાં લારી ગલ્લા વાળાઓનો સમાવેશ થાય છે . હાલની કોરોના મહામારીના કારણે નાના ધંધા – રોજગાર વાળા ધંધાર્થીઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા મુશ્કેલી ઉભી થયેલી છે . જે બાબતે લારી ગલ્લા એસોશીયેશન તરફથી મદદનીશ કલેક્ટર મનિષ ગુરવાની સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ ભુજમંદિર , મદદે આવ્યું છે સ્વામિનારાયણ મંદિર મારફતે જરૂરીયાતમંદ પરીવારો માટે 1000 રાશનકીટ તૈયાર કરવામાં આવી હતી . જેનું વિતરણ વહીવટી તંત્ર મારફતે નાયબ મામલદારો, સ્વામિનારાયણ મંદિરના સંતો, રેવન્યુ તલાટીઓ , નગરપાલિકા સ્ટાફ , સ્વંય સેવકઓ, આ વિતરણ કાર્યમાં સાથ – સહકાર આપેલ મંદિર ના મહંતસ્વામી ધર્મનંદનદાસજી , સ્વામી પ્રેમપ્રકાશદાસજી , પાર્ષદ જાદવજી ભગત , ઉપ મહંતસ્વામી ભગવતજીવન દાસજી , કોઠારી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી સ્વામીજી , સ્વામી દિવ્ય સ્વરૂપદશજી , સ્વામી ધર્મ સ્વરૂપદાસજી, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી મુરજીભાઈ સીયાણી , રામજીભાઈ દેવજી વેકરીયા , શશીકાંતભાઈ ઠક્કરે સહયોગ આપ્યો હતો . આવા કપરા સમયે માનવસેવાના ઉમદા હેતુથી ગરીબ પરીવારોને સહાયભુત થવા બદલ સમગ્ર વહીવટી તંત્ર તરફથી મદદનીશ કલેક્ટર કચેરી , ભુજ દ્વારા સ્વામિનારાયણ મંદિર , ભુજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો . અને ભવિષ્યમાં પણ આવા કપરા સમયે સતકાર્યો અવિરતપણે ચાલુ રહે તે માટે અભ્યર્થના વ્યક્ત કરાઇ હતી
રિપોર્ટ -હસુભાઈ ઠકકર ભૂજ



