ડોન ગામનાં નારીઆંબા ફળિયામાં છેલ્લા એક વર્ષ થી પાણી માટે લોકો ની બુમરાણ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડોન ગામનાં નારિઆંબા ફળિયામાં 276 ની આશરે વસ્તી આવેલ છે. ત્યાંના છુટા છવાયા ઘરો આવેલ છે જ્યાં લોકોની સુખ સુવિધા માટે અને લોકોની જરૂરિયાત માટે “વાસ્મો” પીવાના પાણી માટે ની યોજના શરૂ કરવામાં આવેલ હતી જેનું અત્યારે નામો નિશાન અસ્તિત્વમાં રહેલ નથી અને મુખ્યમંત્રીશ્રી ની યોજના પણ હાલમાં છે જેનું નામ “જલ સે નલ” પણ ત્યાં આ યોજના નું નમો નિશાન પણ નથી કદાચ ત્યાંની જનતા ને એ પણ ખબર નહીં હોય કે આ યોજના છે કે નહી કારણકે આ યોજનાનું નામો નિશાન ત્યાંના સરપંચશ્રી / પાણી સમિતિ દ્વારા આ યોજના નું નામો નિશાન મિટાવી દેવામાં આવ્યું છે ત્યાંના રહીશો એક વર્ષથી પીવાના પાણી માટે મહારાષ્ટ્રની બોર્ડર પર જાય છે(નાગર ચાસ અને જૂની પાણી ),મહારાષ્ટ્ર ની આવેલ બોર્ડર પર ત્યાંના રહીશો ને પાણી માટે જવું પડે છે આ જગ્યા નારિઆંબા ફળીયા થી 1 થી 1.5કિલોમીટર ના અંતરે આવેલ છે આ યોજના ચાલુ થયેલ ત્યાર બાદ છેલ્લા એક વર્ષ થી સદંતર બંધ હાલત માં જોવા મળેલ છે જે ત્યાંના પાણી સમિતિ અને સરપંચ શ્રી તલાટી શ્રી ઓને ધ્યાને આવેલ નથી એવું લાગી રહ્યું છે કે ત્યાંના લોકો ને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ યોજના શિવાય ની કોઈ બીજી યોજના હોય તો સરકારશ્રી દ્વારા અહીંના લોકોને પાણી માટે વલખા ના મારવા પડે એ હવે જોવાનું રહ્યું? સરકારશ્રી દ્વારા ત્યાંના લોકો માટે કઈ યોજના શરુ કરવામાં આવશે એ હવે સરકાર શ્રી નો વિષય છે કારણ કે લોકો ને પીવાના પાણી ની જરૂરિયાત સંતોષવી પડશે પાણી એ તો ભારત દેશ નો ધર્મ છે.ત્યાં ના પદાધિકારીઓને કદાચ લોકોની વ્યથા ખબર પણ નહીં હોય કે ત્યાં ના લોકો દૂર દૂર પાણી માટે ફાંફા મારી રહ્યા છે ત્યાંની પ્રજા બોલી પણ નથી શકતી કે અમારા ફળિયામાં પાણી ની એક વર્ષ થી છોડવા મા કેમ આવેલ નથી સુ કારણ હોય શકે તે સમજવાનો વિષય છે ત્યાંની ભોળી પ્રજા ને ત્યાંના તલાટી મંત્રી શ્રી દ્વારા સરપંચશ્રી દ્વારા પાણી સમિતિ દ્વારા કેમ પાણી આપવામાં અડોડાઈ કરવામાં આવેલ છે તે પણ સમજવા જેવું લાગે છે ખરું ને ?”વાસ્મો”ના અધિકારી શ્રી ઓ દ્વારા કદાચ વિઝિટ કરવામાં આવી છે કે નહિ તેનો પણ કોઈ ને સ્વપને ખ્યાલ પણ નહિ હોય અધિકારીશ્રી ઓ દ્વારા કોઈ પણ દિવસ વિઝિટ કરવામાં આવી નથી એવુ પ્રતીત થાય છે કારણકે છેલ્લા 1 વર્ષથી પાણી માટે ત્યાંની પ્રજા વલખા મારી રહી છે ત્યાંની પાણી સમિતિ સરપંચ શ્રી દ્વારા પણ આ ફળીયા ની વિઝિટ કરવામાં આવી છે કે નહિ તે પણ પ્રતીત થઈ રહી છે ક્યાં તો અડોડાઈ કરવામાં આવે છે એવુ લાગે છે “વાસ્મો”પ્રોજેક્ટના અધિકારી અને તંત્ર ની ઘોર બેદરકારી કરવામાં મશગુલ દેખાય રહ્યા છે.એક તરફ તો આલેખવામાં આવે છે કે “જલ એ જીવન” પરંતુ અહીંયા લોકો ને જલ લેવા માટે અહીંયા તહિયા ભટકવું પડે છે
“જય હો વાસ્મો ના અધિકારી પદાધિકારીશ્રીઓ”

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM