રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
સેવા હી સંગઠન ના ભાગરૂપે ડાંગ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે જિલ્લા પ્રભારી સીતાબેન નાયક,ધારાસભ્ય વિજયભાઇ પટેલ,ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર,,સહિત સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો,આગેવાનો દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને ફળ,બિસ્કિટ,ફરસાણ ,તેમજ ગરીબ જરૂરિયાતમંદ ને અનાજની કીટ આપવામાં આવી હતી.બજાર,બસ સ્ટેશન, જાહેર સ્થળોએ માસ્ક,સેનેતાઈઝર, નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે જિલ્લા મથક આહવા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં યુવા વર્ગે ઉત્સાહ ભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ સાથે સાકરપાતાળ,કાલીબેલ, સુબિર,સામગાહન પી.એચ.સી.સી.એચ.સી ખાતે દર્દીઓને ફળ,બિસ્કિટ,ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સૌ ભાજપના નેતાઓ કાર્યકરો અને મતદારો ભાઈ બહેનો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.
સેવા હી સંગઠન ના કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત,બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાંવીત,આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત,સદસ્ય અર્જુનભાઇ ગવળી, દ્વારા સામગાહન સી.એચ.સી .ખાતે ફળ,બિસ્કિટ,તેમજ લોકોને માસ્ક,સેનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યું હતું. ,હરિરામ સાવંત,રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ ગાંવીત,સહિત વિવિધ મોરચાના પ્રમુખ મંત્રીઓ,હોદ્દેદારો,કાર્યકરોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


