ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા 650 સ્થળ એ આયુર્વેદિક દવા, હોમીઓપેથીક દવા, ઉકાળા, સનાટીઝર, માસ્ક, થર્મલ ગન વગેરે વિતરણ નો કાર્યક્રમ કર્યા.

દેશના માનનીય વડાપ્રધાન, આદરણીય શ્રીનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતા પૂર્વક પરિપૂર્ણ થયેલ ૭ વર્ષના શુસાસન નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ જનહિતાર્થે સેવાકાર્ય માટે તત્પર એવા કાર્યકર્તાઓને કરેલ આહવાનને અનુસરી ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા 650 સ્થળ એ આયુર્વેદિક દવા, હોમીઓપેથીક દવા, ઉકાળા, સનાટીઝર, માસ્ક, થર્મલ ગન વગેરે વિતરણ નો કાર્યક્રમ કર્યા.

મહિલા મોરચા દ્વારા રક્તદાન એ મહાદન ના સંકલ્પ સાથે નીચે મુજબ ના સ્થળે રક્તદાન શિબિર યોજાયો, આ પ્રસંગે મહિલા ઓ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં મહિલા દ્વારા બ્લડ ડોનેટ કરવા નો એક અનોખો અભિગમ જોવા માં આવ્યો.

માંજલપુર વિધાનસભા, મહિલા મોર્ચા દ્વારા આયોજીત *બ્લડ ડોનેશન કેમ્પ માં કુલ 14 યુનિટ બ્લડ ભેગું કરવા માં આવ્યું.

બીનાબેન અલપેશભાઈ પંચાલ કે જેઓની ઉંમર વર્ષ 41 છે તેમણે જીવનમાં પહેલીવાર બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધેલ
તેઓના માતા શ્રી સુરત મુકામે નાદુરસ્ત હોય છેલ્લા થોડા દિવસોથી તેઓ સુરત હતા. સદર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈકાલે રાત્રે તેઓ વડોદરા આવેલ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે બ્લડ ડોનેશન દરમિયાન સતત સ્વામિનારાયણના મંત્ર જાપ કરતા જોવા મળ્યા હતા. આ આયોજનમાં ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ વૈષ્ણવ પરિવારના શહેરીજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો અકોટા વિધાનસભા, મહિલા મોર્ચા દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ આ કેમ્પ માં કુલ 76 યુનિટ બ્લડ ભેગું કરવા માં આવ્યું.આ કેમ્પ માં વડોદરા પોલીસ ની SHE ટીમ એ પણ રક્તદાન કરી ને સમાજ માટે મહિલા સુરક્ષા સંવેદના નું આગવું અભિગમ જોવા મળ્યું. શહેર વિધાનસભા, મહિલા મોર્ચા દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ આ કેમ્પ માં.કુલ 19 યુનિટ બ્લડ ભેગું કરવા માં આવ્યું. આ કેમ્પ નું આયોજન ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા મહિલા મોરચા દ્વારા કરવા માં આવ્યું. વોર્ડ 2 દ્વારા રક્તદાન શિબિર માં કુલ 115 યુનિટ બ્લડ ડોનેટ કરવા માં આવ્યું. વોર્ડ 16 દ્વારા રક્તદાન શિબિર માં કુલ 43 યુનિટ બ્લડ ડોનેટ કરવા માં આવ્યું. વોર્ડ 18 દ્વારા રક્તદાન શિબિર માં કુલ 22 યુનિટ બ્લડ ડોનેટ કરવા માં આવ્યું, આ પ્રસંગે ધાર્મિક સંસ્થાઓ ગાયત્રી પરિવાર , BAPS, વ્રજધામ , હરિધામ સોખડા જેવી ધાર્મિક સંસ્થાઓ એ ભાગ લીધો. મિશન રામ સેતુ ના દીપ અગ્રવાલ દ્વારા ગોત્રી ખાતે રક્તદાન શિબિર માં 17 બ્લડ યુનિટ ડોનેટ થાય. ન્યૂ vip રોડ ખાતે લક્ષમણ ભરવાડ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં 66 યુનિટ બ્લડ ડોનેટ કરવા માં આવ્યું. આ પ્રસંગે જેને ઈશ્વર એ ઉંચાઈ નથી આપી એવા ભાઈ મિસત્રિ ભુપેનદ્ર સિંહ ચરણ સિંહ હાઈટ: 4 ફુટ 4 હીંચ એમને પણ આ સમાજ ઉપયોગી કર્યા માં સહ હર્ષ ભાગ લઈ ને રક્તદાન કર્યું. કુલ અંદાજીત 370 બ્લડ યુનિટ એક જ દિવસ ડોનેટ કરી ને વડોદરા મહાનગર અને મહિલા મોરચા દ્વારા એક અનોખો અભિગમ સફળ કર્યો.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવ ભાઈ ભટ્ટ, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન સરડવા, ભાજપા શહેર અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહ , સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ધારાસભ્ય શ્રીઓ શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રીમતી મનીષાબેન વકીલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રી સુનીલભાઈ સોલંકી, શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશ સેવક, પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ શ્રીમતી કામિનીબેન સોની, કાઉન્સિલર શ્રીઓ, વોર્ડ પ્રમુખ મહામંત્રી શ્રીઓ ઉપસ્થિત રહ્યા
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM