
સતકર્મ સેવા ગ્રુપ – ચોટીલા નાં સહયોગ ને સૌજન્યથી ચોટીલામાં દેવ ભુમી રાવળદેવ સમાધી સ્થાને 101 વૃક્ષો રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.. જેમાં કણજી,પીપળો, ઉંબરો, લીમડો, શરૂ , આવળ , ગુલમહોર જેવાં અનેક વૃક્ષો નું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું..જેમાં છત્રાવા ( પોરબંદર ) વછરાજ મંદિર નાં મહંત રણજીત આતા અને સતકર્મ સેવા ગ્રુપ નાં મોહીતભાઇ પરમાર , હિતેશભાઈ સરવૈયા , જયદીપભાઈ પરાલીયા , મેહુલભાઈ ખંધાર , વિરમ રબારી, મુન્નાભાઈ ધાધલ તેમજ રાવળદેવ સમાજ ના આગેવાન તરીકે વનરાજભાઈ અબિયાણી , વિનુભાઈ સંઘાળ, ધર્મેશભાઈ ગજ્જણ , ભરતભાઈ મોરી, હરેશભાઈ ચૌહાણ અન્ય સભ્યો હાજર રહ્યા હતા..
અહેવાલ..લઘુભાઈ ધાધલ ચોટીલા
