માઁ વિઘ્નેશ્વરી મોક્ષરથ નું (શબ વાહિની) તેમજ બીમાર, અશક્ત અને જખમી થયેલા અબોલ જીવોને ને નજીક ના ઉપચાર કેન્દ્ર માં વિના મુલ્યે લઈ જવા માટે ગૌમાતા સેવારથ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ

ભારતીય જનતા પાર્ટીના પથદશૅક એવા લોક લાડીલા માન. નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચાલતી ભારતની કેન્દ્ર સરકારે સુશાસનના સાત વર્ષ પૂર્ણ કરેલ છે તેના ભાગરૂપે હાલની પ્રવર્તમાન covid ની આ પરિસ્થિતિમાં સેવા સંગઠનના મંત્રને ચરીતાર્થ કરવા માણસા શહેર ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં માણસા તાલુકાના સામાજીક આગેવાન જે. એસ પટેલ પરિવાર દ્વારા P. H.C./C.H.C તેમજ Covid હોસ્પિટલમાં ઓક્સિજન સિલેન્ડર લોકાર્પણ કરવામાં આવ્યા તેની સાથે જ ભાજપ અગ્રણી અને શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ આનંદી માઁ નો વડલો નામની સામાજિક સંસ્થા ના માનદ્ મેનેજિંગ ટ્રસ્ટી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દ્વારા માઁ વિઘ્નેશ્વરી મોક્ષરથ નું (શબ વાહિની) તેમજ બીમાર, અશક્ત અને જખમી થયેલા અબોલ જીવોને ને નજીક ના ઉપચાર કેન્દ્ર માં વિના મુલ્યે લઈ જવા માટે ગૌમાતા સેવારથ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ, માન. સાંસદ શ્રી શારદાબેન પટેલ અને ગાંધીનગર જિલ્લા ભાજપ ના પ્રમુખશ્રી નૈલેશભાઇ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ત્યારબાદ માણસા શહેર ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ નુ સન્માન સાંસદ શ્રી શારદાબેન પટેલ તથા જિલ્લા પ્રમુખ શ્રી નૈલેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું. કોરોના મહામારી માટે માસ્ક તથા આયુર્વેદિક દવા સેવાનુરાગી શ્રી દિનેશભાઈ વ્યાસ અને ડી.ડી. પટેલ તેમજ શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા માણસા શહેરમાં શક્તિ કેન્દ્ર ના બૂથો ઉપર સેનેટાઈઝર અને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું. માણસા શહેરમાં ઉકાળાનું પણ દરેક બુથ ઉપર વિતરણ કરવામાં આવ્યું હતું. માન. સાંસદ શ્રી શારદાબેન અને ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સામાજિક આગેવાનો અને કાર્યકરોની સેવાઓને બિરદાવવામાં આવી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અનિલભાઈ પટેલ તેમજ શહેર પ્રમુખશ્રી એલ. એચ. પટેલ અને તેમની સંગઠનની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના સૌ આગેવાનો ઉપસ્થિત આગેવાનોનો આભાર માનવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *