
અરવલ્લી
ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમીનો પ્રકોપ એકા-એક વધતા પ્રજાજનો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે.ત્યારે આવા સમયે ગરમી ના પ્રમાણમાં પીવા માટે પાણી ની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે ભિલોડા વિસ્તારમાં જલ સેવા એ જ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતા ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સંચાલિત દાતા પરીવાર વિપુલભાઈ રતનલાલ શાહ,વિપુલ સેલ્સ એજન્સી,ભિલોડા તરફથી મીનરલ પાણીની પરબનો શુભારંભ કર્યો હતો ત્યારે પાણીના શુભારંભ પ્રસંગે ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખાના સેવાભાવી પ્રમુખ રામઅવતારજી શર્મા,મહિપતસિંહ રાઠોડ,મુકેશભાઈ પંચાલ,નરેશભાઈ પંચાલ,સંજયભાઈ પંચાલ સહિત સેવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
